જુનાગઢમાં રખડતા ઢોરે યુવાનને રગદોળ્યો, શિંગડે ભરાવ્યો અને બચકાં પણ ભર્યા

ગાયે યુવકને 1 મિનિટ સુધી રગદોળ્યો, છાતીમાં લાતો મારી બચકાં ભર્યાં, જુઓ CCTV

ગુજરાતમાંથી ઘણીવાર રખડતા ઢોરના હુમલાના કિસ્સા સામે આવે છે, જેને કારણે ઘણા લોકોને જીવ ગુમાવવા પડે છે. ત્યારે જૂનાગઢમાં એક રખડતાં ઢોરે એક યુવકને એવો ફંગોળ્યો કે જોઇ કોઇના પણ રૂંવાડા ઊભાં થઇ જાય. જો કે, સદ્નસીબે સ્થાનિકોએ ભેગા થઇ હાકલા પડકાર કરતાં યુવકનો જીવ બચી ગયો હતો.

જૂનાગઢના ખાડિયા વિસ્તારમાં આ ઘટના બની હતી. જે સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી. બે યુવાનો જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ રખડતાં ઢોરે આવી એક પર હુમલો કર્યો હતો. સ્થાનિકોએ માંડ માંડ યુવકને છોડાવ્યો. જો કે, આ હુમલાને કારણે યુવક ગંભીર ઇજાગ્રત થયો હોવાને કારણે તેને આસપાસના લોકોએ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઈજાગ્રસ્ત યુવક સંજય મકવાણાએ જણાવ્યું કે, જ્યારે ખાડિયા વિસ્તારમાં તે મિત્રને મળવા જઇ રહ્યો હતો તે સમયે અચાનક રખડતાં ઢોરે હુમલો કર્યો અને પેટ તેમજ શરીરના ભાગે શિંગડાં માર્યા અને બચકાં પણ ભર્યાં. તેણે આગળ જણાવ્યુ કે- મહાનગરપાલિકા રખડતા ઢોરને લઇને કોઈ ધ્યાન નથી આપતી. જો તેનો જીવ જતો રહેતો તો તેની માતા શું કરતી તેમ પણ તેણે જણાવ્યુ હતુ.

Shah Jina