જામનગરમાં દીકરાને લઇ જઇ રહેલી માં પર ગાય તૂટી પડી, શિંગડે ચડાવી કરી નાખી લોહીલુહાણ, હિમ્મત હોય તો જુઓ વીડિયો

Jamnagar Cow Gored The Woman : ગુજરાતમાં ફરી એકવાર રખડતા ઢોરના હુમલાના બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં જ વડોદરામાં એક વ્યક્તિનું રખડતા ઢોરની અડફેટે મોત નિપજ્યું હતું અને હવે જામનગરમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે આ કિસ્સામાં જાનહાની થઇ નથી પરંતુ પીડિતને ચોક્કસ ઇજા પહોંચી છે.

રસ્તે જતા માતા-પુત્ર પર એક ગાયે હુમલો કર્યો હતો અને આ દરમિયાન દીકરાને બચાવવા જતા માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હાલ તો આ મહિલા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટના CCTVમાં કેદ થયા બાદ સામે આવી હતી. જામનગરમાં દિગ્વિજય પ્લોટ નંબર 53માં વિદ્યાબેન શેઠિયા પુત્ર સાથે ગલીમાંથી નીકળી રહ્યા હતા ત્યારે જ સામેથી ગાય આવી અને બાળક અને મહિલા પર હુમલો કરી દીધો.

મહિલાએ ગમે તેમ કરીને પોતાના બાળકને તો બચાવી લીધો પણ તે પોતે ગાયના હુમલાનો ભોગ બની. ગાયે પગ વડે મહિલાનું આખું શરીર ખૂંદી નાખ્યુ અને આ કારણે મહિલાને મોઢા તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી. આ ઉપરાંત ચહેરા પર મોટો ચીરો પણ પડ્યો. લગભગ 40 સેકન્ડ સુધી મહિલા પર ગાયનો હુમલો ચાલુ રહ્યો. જો કે સ્થાનિકોએ પાણી છાટતા અને લાકડી ફેંકતા ગાય ભાગી હતી અને તે બાદ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.

Shah Jina