આ કોઈ સામાન્ય બિલાડી નથી પરંતુ છે સુપર કેટ, હેલ્મેટ પહેરીને કરે છે બાઈક રાઈડ, વીડિયો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો

આપણે આપણી આસપાસ ઘણા લોકોને પોતાના વાહન ઉપર પોતાના પાલતુ પ્રાણીઓને બાઈક કે એક્ટિવ ઉપર બેસાડીને લઇ જતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ હેરાન થઇ રહ્યા છે, કારણ કે આ વીડિયોમાં એક બિલાડી બાઈક રાઇડનો આનંદ માણી રહી છે અને એ પણ હેલ્મેટ પહેરીને.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા એક બિલાડી હેલ્મેટ પહેરીને બાઇક પર બેઠેલી જોવા મળે છે. જે પછી બિલાડી બાઇક પર એક વ્યક્તિ સાથે ફરવા નીકળી પડે છે. બિલાડી બાઇકની ટાંકી પાસે માથા પર હેલ્મેટ પહેરીને બેઠી છે. વિડીયો જોઈને તમને ખરેખર નવાઈ લાગશે. પહેલીવાર તમે આ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરતા પ્રાણીને જોશો. બિલાડી પ્રેમીઓ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વિડિયો chrisvanssis પેજ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. સાથે જ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. લોકોને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @chrisvanssis

આ બિલાડી તમને પણ હેરાન  કરી દેશે. દરેક વ્યક્તિ તેમની પાલતુ બિલાડીઓને પ્રેમ કરે છે. પરંતુ આ બિલાડી વિશે કંઈક બીજું છે. આ કોઈ સામાન્ય બિલાડી નથી. જે રીતે આ બિલાડી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેને જોઈને તમે કહેશો કે આ તો સુપર બિલાડી છે. સામાન્ય રીતે, જો બિલાડીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય, તો તેમના માટે એક ખાસ પ્રકારની ટોપલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તેઓ એક જગ્યાએ બંધાયેલી રહે છે. પરંતુ આ વીડિયોમાં બિલાડી બાઈક રાઈડ કરતી જોવા મળે છે, જે લોકોને પણ ખુબ જ પસંદ આવ્યું છે.

Niraj Patel