ભૂતપૂર્વ શિક્ષામંત્રીના નજીકના વ્યક્તિના ઘરે પડ્યા દરોડા, એવો ખજાનો મળ્યો કે અધિકારીઓને નવ નેજા આવી ગયા, જુઓ

ભારતમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે, ઇન્કમ ટેક્સ દ્વારા પાડવામાં આવતી ઘણી રેડની અંદર આવી ચોરીઓનો ઘટસ્ફોટ પણ થતો હોય છે અને આવા મામલામાં મોટા મોટા અધિકારીઓના નામ પણ સામે આવતા રહે છે, ઘણીવાર છાપામારી દરમિયાન એવી એવી જગ્યાએ રોકડ છુપાયેલી જોવા મળે છે જેને લઈને અધિકારીઓની આંખો પણ ચાર થઇ જતી હોય છે, હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ EDના દરોડા ચાલુ છે. મળતી માહિતી મુજબ, આ દરોડા પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડ ભરતી કૌભાંડના સંબંધમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન બંગાળ સરકારના મંત્રી પાર્થ ચેટરજીના વિવિધ સ્થળો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્થ ચેટરજીની નજીકની સાથી અર્પિતા મુખર્જીના ઘરેથી 20 કરોડની રોકડ મળી આવી છે.

EDને આ રકમ અર્પિતાના રહેણાંક કમ્પાઉન્ડમાંથી મળી હતી. દરોડા પાડનાર ટીમ આ રકમ ગણવા માટે બેંક કર્મચારીઓ અને કાઉન્ટીંગ મશીનની મદદ લઈ રહી છે. આ સિવાય અર્પિતાના ઘરેથી 20 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલા બધા મોબાઈલ ફોનનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો. સામે આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે રૂમમાં મોટી સંખ્યામાં 500 અને 2000ની નોટો રાખવામાં આવી છે.

આ સિવાય EDના કર્મચારીઓ આ મામલામાં કૂચબિહાર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ અધિકારીના ઘરની પણ સર્ચ કરી રહ્યા છે. SSC ભરતી કૌભાંડમાં CBI દ્વારા પાર્થ ચેટર્જી અને પરેશ અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે EDએ ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્ય લોકોના ઘર પર પણ દરોડા પાડ્યા છે.

EDના દરોડાથી ચર્ચામાં આવેલી અર્પિતા મુખર્જી વિશે વાત કરીએ તો, તેણે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે, જોકે બહુ ઓછા સમય માટે. અર્પિતા મુખર્જીએ તેની ફિલ્મી કરિયરમાં મોટાભાગે સાઈડ રોલ કર્યા છે. બંગાળી ફિલ્મો ઉપરાંત તેણે ઓડિયા અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મના સુપરસ્ટાર પ્રોસેનજીત અને જીતની મુખ્ય ભૂમિકાઓ વાળી કેટલીક ફિલ્મોમાં સાઈડ રોલ પણ કર્યો છે. આ સિવાય અર્પિતા મુખર્જીએ બંગાળી ફિલ્મ અમર અંતરનાદમાં પણ કામ કર્યું હતું. અર્પિતા મુખર્જી હવે EDના દરોડામાં 20 કરોડની રોકડ મળી આવતા ચર્ચામાં છે. કેન્દ્રીય એજન્સીઓ અનુસાર, શિક્ષણ ભરતી કૌભાંડની તપાસ દરમિયાન અર્પિતા મુખર્જીની સંડોવણી સામે આવી હતી.

Niraj Patel