રસ્તા પર રમતા બાળક પરથી પસાર થઈ કાર, છતા પણ વાળ વાંકો ન થયો, જુઓ VIDEO

જે લોકો ભગવાનમાં ન માનતા હોય તેઓ આ વીડિયો જોઈ લે

‘જેને રામ રાખે તેને કોણ ચાખે’, આપણે બધા બાળપણથી જ આ કહેવત સાંભળતા અને વાંચતા આવ્યા છીએ. જેનો અર્થ થાય છે કે ઈશ્વરની ઈચ્છા વગર કોઈ કોઈનો જીવ લઈ શકે નહીં. આ કહેવત ઘણી વખત સાચી સાબિત થાય છે. આજે ફરી આવો જ વીડિયો અમને મળ્યો. આ જોઈને કોઈના પણ રૂવાડા ઉભા થઈ જશે. આ વીડિયોમાં, એક કાર એક બાળકની ઉપરથી પસાર થતી જોઈ શકાય છે પરંતુ તેમ છતા બાળકનો જીવ બચી ગયો . આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ @67Ironkikin પરથી શેર કરવામાં આવ્યો છે. જે અત્યાર સુધીમાં 32 હજાર 500 થી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ સાથે વીડિયો 63 લાઈક્સ અને 15 રીટ્વીટ પણ મળી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ જગ્યાએ રોડની સાઈડમાં એક કાર પાર્ક કરવામાં આવી છે. એક બાળક કારની સામે બેસીને રમી રહ્યું છે. જેથી કારની પાછળથી બાળકને કોઈ જોઈ શકતું નથી. ત્યારે પાછળથી કારનો ડ્રાઈવર આવે છે. કારની આગળની સાઈડ જોયા વગર તે કારમાં બેસી જાય છે. તેને ખ્યાલ નથી કે કોઈ કારની સામે છે.

એટલા માટે તે કાર ચાલક કારમાં આરામથી બેસે છે અને કાર દોડાવી મુકે છે. આ દરમિયાન કાર બાળસ ઉપરથી પસાર થઈ જાય છે. આ જોઈને ત્યાં હાજર લોકો બાળકને બચાવવા દોડી આવે છે, પરંતુ ત્યાં સુધીમાં કાર બાળકની ઉપરથી પસાર થઈ જાય છે. જેવી કાર પસાર થાય છે, બાળક ઉઠીને દોડવા લાગે છે. જે બાદ ત્યાં હાજર એક યુવક તરત જ બાળકને પોતાના ખોળામાં ઉપાડી લે છે. આ અકસ્માતમાં બાળકનો જીવ બચી જાય છે. આ સમગ્ર ઘટના એક સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ જાય છે.

આ વીડિયો જોયા બાદ દરેકના શ્વાસ અધર ચડી જાય છે. દરેક લોકો કહી રહ્યા છે કે આ બાળકને ભગવાને જ બચાવી લીધુ. અને તેથી આ ઘટના બાદ લોકો પણ કહી રહ્યા છે કે,
‘જેને રામ રાખે તેને કોણ કોણ ચાખે’. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને તેને વારંવાર જોઈ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

YC