મોરબીમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા સીટ પર જ થયુ ચાલકનું કમકમાટીભર્યુ મોત, 15 દિવસ પહેલા જ ઘરે પુત્રનો જન્મ થયો હતો

ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ, એક યુવક તરફડીયા મારી મારીને મૃત્યુ પામ્યો…નબળા હૃદય વાળા ભૂલથી પણ આ તસ્વીરો ન જોતા

ગુજરાતમાંથી અવાર નવાર ભીષણ અકસ્માતની ખબરો સામે આવતી રહે છે. જેના કારણે ઘણા લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે મોરબીમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની પાછળના ભાગે કાર ઘૂસી ગઇ હતી. આ અકસ્માત રોહીશાળી નજીક સર્જાયો હતો. ટ્રકની પાછળના ભાગે કાર ઘૂસી જતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. કારના ચાલકે ટ્રકની પાછળ કાર ઘૂસાડી દીધી હતી.

અકસ્માત બાદ તેનો મૃતદેહ પણ અંદર ફસાયો, જેને બહાર કાઢવા માટે ઘણી મહેનત લાગી હતી અને મશીનની મદદ લેવામાં આવી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, મૃતક હળવદના દેવાળીયા ગામનો રહેવાસી છે. અકસ્માતની જાણ થયા બાદ લોકો પણ દોડી આવ્યા હતા અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોકોએ કારમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી.

જે બાદ હાઇડ્રોલિક મશીનથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બધા કાચ તૂટી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, મૃતક મુકેશભાઇ પટેલ હળવદના જૂના દેવળીયા ગામે રહે છે અને તેઓ  ખેતીકામની સાથે મંડપ સર્વિસનું પણ કામ કરે છે. તેઓ જ્યારે મોરબી તરફ આવતા હતા ત્યારે માળીયા હાઇવે ઉપર રોહિશાળા નજીક રસ્તાની વચ્ચોવચ બંધ પડેલા ટ્રક પાછળ તેમની કાર ઘુસી ગઇ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારચાલક મુકેશભાઈનું સીટ પર જ મોત નીપજ્યું હતું. મૃતક પરિવારમાં સૌથી નાનો હતો અને તેમના ઘરે પંદરેક દિવસ પૂર્વે જ પુત્રનો જન્મ થયો હતો. હાલ તો ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક ફરી વળ્યો છે.

Shah Jina