જૂનાગઢમાં પિતા સામે જ દીકરી તણાઈ ગઈ, વ્હાલીનું મૃત્યુ થતા બધા ચોંકી ઉઠ્યા

રાજ્યમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાએ ભારે જમાવટ કરી છે. ત્યારે ભારે વરસાદને કારણે કેટલાય લોકોના મોત થયા છે, તો કેટલાયના ઘરોમાં દુકાનોમાં ફરી વળ્યા છે, તો કેટલાયની ભેસો તણાઇ ગઇ છે અને વાહનો પણ તણાઇ ગયા છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

ત્યારે હાલમાં જૂનાગઢમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. એક પિતા-પુત્રી કારમાં જતા હતા અને આ દરમિયાન અચાનક સોનરખ નદીમાં પાણી આવી જતા ગાડી તણાઈ ગઇ. આ કારમાં પરણિત દીકરી દીપચંદા રાઠોડ તેના પિતા સાથે હતી અને કાર તણાવાથી તે બંને પણ તણાઇ ગયા.

 

દિપચંદા રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર
ત્યારે પિતા તો બચી ગયા પણ યુવાન પરણિત દીકરીનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યુ. પ્રાપ્ત માહિતી અનુસાર, દિપચંદા રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતી અને તેનો પતિ ભરત રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં કામ કરે છે. ત્યારે દિપચંદા કામને કારણે પિતાની સાથે રહેતી અને રજાના દિવસે પતિ પાસે જતી. જો કે, દિપચંદા કોલેજ પુરી કરી જ્યારે તેના પિતા સાથે કારમાં આવી રહી હતી ત્યારે ભરડાવાવ પાસે એક દીવાલ પડી અને તે પછી ત્રણ રિક્ષા, બાઇક, ટેમ્પો તણાયા. દિપચંદાના પિતાએ તો વરસાદી પાણીમાંથી લોકોની મદદ કરીને તેમને બચાવ્યા.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

દીકરીને ન બચાવી શક્યા
આ દરમિયાન તેઓ એકબીજાનો હાથ પકડીને પસાર થઇ રહ્યા હતા અને ત્યારે હાથ છૂટતા બધા ફંગોળાયા અને દિપચંદાએ થાંભલો પકડ્યો પણ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું અને તેની નીચે દબાઇ જતા આઇશર નીચેથી જ તેની લાશ મળી આવી. દિપચંદાના પિતાએ અન્ય 2 વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લીધા પણ તેઓ તેમની દીકરીને ન બચાવી શક્યા. ત્યારે આ ઘટનાને લઇને પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.

Shah Jina