વાયરલ

હાઇવે ઉપર આવી સ્પોર્ટ કાર, અચાનક સ્પીડ પકડી અને પાછળના દરવાજા પાંખોની જેમ ખુલ્યા અને હવામાં ઉડવા લાગી? જુઓ વીડિયો

સોશિયલ મીડિયાને વાયરલ વીડિયોનું પ્લેટફોર્મ પણ કહેવામાં આવે છે. દરરોજ કોઈને કોઈ કારણસર કોઈને કોઈ વીડિયો વાયરલ થઈ જાય છે. કેટલાક એવા વીડિયો છે જેને જોયા પછી તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. તમે આવા વીડિયો વારંવાર જુઓ છો, પરંતુ મોટા ભાગના વીડિયો એડિટ પણ હોય છે. જેને તમે ઘણી વાર જોયા પછી સમજી શકશો કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

જો કે આવા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રોડ પર ગાડી ચલાવી રહ્યો છે. થોડે દૂર ગયા પછી કાર હવામાં ઉડવા લાગે છે. આ નજારો જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. લોકોને પોતાની આંખો ઉપર વિશ્વાસ નથી આવી રહ્યો.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રોડ પર કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. પછી બીજી કારનાસાથે થોડી વાતચીત કરે છે. લાલ રંગની કારમાં બેઠેલી વ્યક્તિ પછી કાર ચલાવે છે અને થોડા અંતર પછી દરવાજાનો પાંખો તરીકે ઉપયોગ કરે છે. કાર પક્ષીની જેમ હવામાં ઉડવા લાગે છે. આ વીડિયો જોયા પછી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે આ કેવી રીતે શક્ય છે તેનો જવાબ કોઈની પાસે નથી.

 

View this post on Instagram

 

A post shared by @cyrusdobre

આ કાર પ્રખ્યાત સંગીતકાર સાયરસ ડોબરે ચલાવી રહ્યા છે. આ વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જ્યારે યુઝર્સે આ વીડિયો જોયો તો તેઓ પણ વિશ્વાસ ન કરી શક્યા. આ વીડિયો એનિમેટેડ વીડિયો હોય તેમ લાગી રહ્યું છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.