અમદાવાદથી ઇડર જાન લઈને જતા વરરાજાની કાર પેટ્રોલ ભરાવવા માટે ધીમી પડી અને પાછળથી બીજી કારે મારી ટક્કર, લાઈવ ઘટના કેમેરામાં થઇ કેદ, જુઓ વીડિયો

ઇડર જાન લઈને જતા વરરાજાની કારને તેના જ ભાઈની કારે પાછળથી મારી જબરદસ્ત ટક્કર, આખી ઘટના થઇ CCTVમાં કેદ, જુઓ રૂવાંડા ઉભા કરી દેનારા અકસ્માતના દૃશ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકો આ અકસ્માતમાં મોતને પણ ભેટતા હોય છે તો ઘણા લોકો ગંભીર રીતે પણ ઘાયલ થતા હોય છે, ઘણીવાર કેટલાક લોકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ પણ થતો હોય છે. આવા ઘણા અકસ્માતના લાઈવ વીડિયો પણ સામે આવતા હોય છે.

હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ નજીક દલપુર પાસેથી સામે આવ્યો છે. જ્યાં ગુરુવારે વહેલી સવારે અમદાવાદથી ઇડર જાન લઈને જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત જે કારને નડ્યો હતો તેમાં વરરાજા સમેત 6 લોકોને ઇજા પણ પહોંચી હતી. જેમાંથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હિંમતનગરમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા.

આ સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે વરરાજાની કાર પેટ્રોલ પંપ નજીક પેટ્રોલ ભરાવવા માટે ધીમી પડે છે ત્યાં જ પાછળથી આવી રહેલી કાર જે વરરાજાના ભાઈની જ હતી તે સીધી કારની પાછળ ટકરાય છે અને ભીષણ અકસ્માત સર્જાય છે. કાર એક પછી એક પલ્ટીઓ પણ મારી જાય છે. અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા ઓડ પરિવારના દીકરા રિધમ વિનોદભાઈ ઓડના લગ્ન ગત ગુરુવારના રોજ ઇડરની પંડ્યા સોસાયટીમાં હતા. જેમાં પહોંચવા માટે જાન કારમાં નીકળી હતી. આ દરમિયાન જ આ અકસ્માત સર્જાયો. વરરાજા રિધમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેને બીજી કારમાં બેસાડી લગ્ન મંડપમાં પહોચવવામાં આવ્યો. જયારે ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

Niraj Patel