નવસારી હાઈ-વે ઉપર સંભળાઈ મોતની ચિચિયારીઓ, ટ્રકે મારી ઇકો કારને જબરદસ્ત ટક્કર, આખી કર હવામાં ફંગોળાઈ, આટલા લોકોના મોત

રાજ્યભરમાંથી અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે, ઘણા લોકો આવા અકસ્માતનો ભોગ બની મોતને ભેટે છે ત્યારે હાલ ખબર નવસારીથી આવી રહી છે, જ્યાં એક ઇકો કારને ટક્કર મારવાના કારણે 2 લોકોના દુઃખદ મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જયારે આ અકસ્માતમાં 8 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ જઇ રહ્યો હતો. એ દરમિયાન રાત્રિના બે વાગ્યાની આસપાસ ઇકો કાર ખડસુપા પાસે પહોંચી ત્યારે ટેક્નિકલ ખામી સર્જાતાં કાર બંધ પડી હતી. આ દરમિયાન પરિવાના સભ્યો મીઠી ઊંઘ માણી રહ્યા હતા ત્યારે જ સામેથી આવી રહેલી ફેફામ ટ્રક દ્વારા ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જેમાં 2 લોકો મોતને ભેટ્યા હતા.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સુરત સિવિલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે, ત્યારે ઘાયલ થયેલા એક દર્દીએ જણાવ્યું હતું કે એક મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરી રહ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ પરિવારના સભ્યો છે. કારમાં 10 મોટા અને 2 બાળકો હતાં. નવસારીથી રાત્રે ઇકો કારમાં બેસી કામરેજ આવવા નીકળ્યા હતા. ખડસુપા પાસે બેવાર કાર બંધ પડી ગઈ હતી. ડ્રાઇવર નીચે ઊતરી કોઈને ફોન કરી રહ્યો હતો. તમામ સભ્યો ઊંઘતા હતા. ત્યારે અચાનક જોરદાર અવાજ આવ્યો ને કાર હવામાં ફંગોળાઈ હોય એવો અહેસાસ થયો હતો. તમામની ચિચિયારી પડી ગઈ હતી.”

તેને આગળ જણાવ્યું કે, “ધા જ લોહીલુહાણ હાલતમાં રોડ ઉપર પડેલા હતા. એમ્બ્યુલન્સ આવીને તમામને સારવાર માટે નજીકના દવાખાને લઈ ગઈ હતી. મારા કાકાની દીકરી સીજી અને સંબંધી પ્રકાશનાં આ દુર્ઘટનામાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Niraj Patel