નાના બાળકોને કારમાં બેસાડવા માટે આ વ્યક્તિએ એવું કામ કર્યું કે વીડિયો જોઈને લોકોનો પિત્તો છટક્યો, જુઓ તમે પણ

કાર માલિકે 5 સિટર કારમાં 3 બાળકોને જુગાડ કરીને એવી રીતે બેસાડ્યા, કે વીડિયો જોઈને તમારા દિમાગનો પારો પણ છટકશે… જુઓ વીડિયો

Pakistani Jugaad Viral Video : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ (viral video) થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. તમે ઇન્ટરનેટ પર ઘણા જુગાડના વીડિયો પણ જોયા હશે. ત્યારે હાલ પાકિસ્તાન (pakistan) ના કરાચી (karachi) માંથી એક જુગાડનો વીડિયો સામે આવ્યો છે જેને જોઈએ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે.

આ વીડિયો રવિવારે એક ઈન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ઘણા લોકો આ જુગાડને બાળકો માટે ખતરનાક ગણાવી રહ્યા છે. તે કહે છે કે કોઈપણ માતા-પિતા તેમના બાળકો સાથે આવું કેવી રીતે કરી શકે છે. હકીકતમાં કારમાં જગ્યા વધારવા માટે, તેની ડેકીના ભાગને કાપીને જાળીથી ઢાંકવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિએ ત્રણ બાળકોને બેસાડ્યા છે.

આ વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલમાં, આપણે રસ્તા પર દોડતી એક અનોખી રીતે ડિઝાઇન કરેલી કાર જોઈ શકીએ છીએ, જેમાં વધુ લોકો બેસી શકે તે માટે ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. કાર માલિકે વાહનના ડિક્કીના ભાગને કાપીને તેમાં જાળી નાખી છે, જેની અંદર ત્રણ બાળકો બેઠા છે. દૂરથી જોતાં એવું લાગે છે કે જાણે બાળકો પિંજરામાં કેદ છે.

 

View this post on Instagram

 

A post shared by MangoBaaz (@mangobaaz)

તમને જણાવી દઈએ કે, આ વીડિયોને શૂટ કરનાર વ્યક્તિના જણાવ્યા અનુસાર, વીડિયો પાકિસ્તાનના કરાચી શહેરનો છે. તે વીડિયોમાં કહેતો જોવા મળે છે “કરાચીએ ખૂબ પ્રગતિ કરી છે… આ ચેક કરો ભાઈ આ ચેક કરો, આ કરાચી શહેરનો નજારો છે. માશાલ્લાહ! ભાઈ, ત્રણ બાળકો પાંજરામાં બંધ છે. પછી તેઓ હસવા લાગે છે. તેમાંથી એક કહે છે “ઓ ભાઈ કમાલ છે યાર, શું વાત છે..!” આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel