રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માત : બેફામ કારચાલકે લીધો બાઇક ચાલકનો ભોગ, જુઓ કારની હાલત કેવી થઇ

રાજકોટમાં પુરપાટ જતી કારે સેન્ડવિચ વેંચતા  લારી વાળા ભાઈનો લીધો જીવ, કારની હાલત જોઈને ધ્રુજી ઉઠશો- જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં ગુરૂવારના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો. બાઈક પર ઘરે જઈ રહેલ એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યુ. મૃતકની ઓળખ કિરીટભાઈ પૌન્દા તરીકે થઇ છે, જેઓ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી ચલાવતા હોવાનું સામે આવ્યુ છે.

કારમાં સવાર બે લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે, અને જો કર્યુ હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.મૃતક કિરીટભાઈ રાધિકા પાર્ક શેરી નંબર 2માં રહેતા હતા, ચાર વ્યક્તિઓના પરિવારના તેઓ મોભી છે, ત્યારે પરિવારનો આર્થિક રીતે એકમાત્ર આધાર સ્તંભ પણ હવે નથી રહ્યા. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોકડી ઓવર બ્રિજ પર પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સવારને અડફેટે લીધા અને 200 મીટર સુધી ઢસડી કાર શીતલ પાર્ક ચોક નજીક ડિવાઈડર સાથે અથડાઈ.

મૃતક

અકસ્માત સર્જનાર કારમાં સવાર અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાયની પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી છે. મૃતક કિરીટભાઈ આજે તેમની પુત્રીને મુંબઈ મુકવા માટે જવાના હતા પરંતુ આ પહેલા જ અકસ્માતમાં તેમનું મોત થતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રીપોર્ટ અનુસાર, અકસ્માત સર્જનાર કારમાં દારૂની સાથે ખાવા માટેનું બાઇટિંગ જોવા મળ્યું હતું. જો કે કારની સ્પીડ વધુ હોવાથી એરબેગ ખુલી ગઈ હતી અને કાર ચાલકને કોઈ જ ઇજા પહોંચી નહોતી. અનંત ગજજર નામનો વ્યક્તિ કાર ચલાવતો હતો અને RTO તેમજ FSLના અધિકારીઓની આ મામલે મદદ લેવામાં આવી છે.

કારચાલક

આ પહેલા 19 માર્ચે પણ વહેલી સવારે પણ અકસ્માતની ખબર સામે આવી હતી. શીતલ પાર્ક બીઆરટીએસ પાસે બાઈક ચાલકનું રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હતુ. મૃતક મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાને કારણે તેનું મોત થયુ હતુ. આ પહેલા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 માર્ચે રાત્રે 12 વાગ્યાના અરસામાં સ્વીફ્ટ કારના ચાલક દ્વારા મર્સિડીઝ કાર સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

Shah Jina