રેલવે સ્ટેશન પર ઊભેલી મહાકુંભ સ્પેશિયલ ટ્રેનના રેલ એન્જીન અંદર ઘુસી ગઇ ભક્તોની ભીડ- પછી થયુ એવું કે…જુઓ વીડિયો

શ્રદ્ધાળુઓની ભીડે જ્યારે ટ્રેનના એન્જીન પર જ કરી લીધો કબ્જો ! પછી GRP એ આવી કર્યુ આ કામ

વારાણસી સ્ટેશન પર અજીબ નજારો ! મહાકુંભ સ્પેશિયલ ટ્રેનના એન્જીન પર યાત્રિઓનો કબ્જો, RPF એ ખેંચી બહાર નીકાળ્યા

મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ સતત ઉમટી રહી છે, જેના કારણે રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો છે, જેના કારણે ઘણા અણધાર્યા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વારાણસી કેંટ રેલ્વે સ્ટેશન પર આવું જ એક ચોંકાવનારું દૃશ્ય જોવા મળ્યું, જ્યારે મુસાફરો મહાકુંભ સ્પેશિયલ ટ્રેનના એન્જિનમાં ઘુસી ગયા.

રાત્રે લગભગ 1:30 વાગ્યે પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 પર ઉભી હતી. ટ્રેનમાં પહેલેથી જ ભારે ભીડ હતી, પરંતુ જ્યારે મુસાફરોને સીટ ન મળી, ત્યારે કેટલાક મુસાફરો ટ્રેનના એન્જિનમાં ચઢી ગયા. જ્યારે ટ્રેનના લોકો પાઇલટે પોતાની કેબિનમાં જવાનો પ્રયાસ કર્યો, ત્યારે મુસાફરોએ દરવાજો ખોલવાનો પણ ઇનકાર કર્યો. પરિસ્થિતિ વધુ વણસતી જોઇ રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને બોલાવી.

તેમણે મુસાફરોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ભીડ એકની બે ના થઇ. આખરે બળપ્રયોગ કરવો પડ્યો અને મુસાફરોને એક પછી એક એન્જિનમાંથી નીચે ઉતારવામાં આવ્યા. આ દરમિયાન કેટલાક મુસાફરોએ વિરોધ પણ કર્યો, જો કેર સુરક્ષા દળોએ કડકાઈ દાખવી એન્જિન ખાલી કરાવ્યું. આ પછી લોકો પાઇલટે રેલ એન્જિનનો કમાન સંભાળ્યો અને પછી ટ્રેન આગળ વધી શકી.

એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ વારાણસી કેંટ રેલ્વે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર પાર્ક કરેલી ટ્રેનના એન્જિનમાં ચઢતા જોવા મળે છે, એવું કહેવાઇ રહ્યુ છે કે GRPના હસ્તક્ષેપ બાદ શ્રદ્ધાળુઓને કોઈક રીતે ટ્રેનના એન્જિનમાંથી નીચે ઉતારવામાં આવ્યા અને બીજી બોગીમાં બેસવાની સલાહ આપવામાં આવી.

Shah Jina
error: Unable To Copy Protected Content!