Source : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ફરી એકવાર લોહિયાળ બન્યો, દંપતીનું મોત અને બાળકોનો આબાદ બચાવ
આઈસર પાછળ કાર ઘૂસી જતાં પતિ-પત્નીનાં મોત:વડોદરાથી પરત ફરતી સમયે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદના જૈન પરિવારને અકસ્માત નડ્યો, બે બાળકોનો ચમત્કારિક બચાવ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આઈશરની પાછળ ઘૂસી કાર, જૈન દંપતીનું મોત
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જઇ રહેલા એક જૈન પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી ગઇ જેને કારણે પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં જ્યારે કારમાં સવાર બે બાળકોનો આબાદ બચાવ થયો.
બંને બાળકોને થોડી ઇજા પહોંચી છે જેને કારણે તેઓ સારવાર હેઠળ છે. અકસ્માતમાં ભોગ બનનાર દંપતી અમદાવાદના શાહીબાગના રહેવાસી હતા. હાલ આ મામલે I-ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંતિમયાત્રા આજે સાંજે મૃતકના ઘરેથી શાહપુરના શાંતિવન સ્મશાનગૃહ સુધી નીકળશે.અમદાવાદના શાહીબાગમાં રહેતો પરિવાર ગત મોડી રાતે એમજી હેક્ટર કારમાં વડોદરાથી અમદાવાદ આવી રહ્યો હતો તે સમયે તેમની કાર ઓવરસ્પીડમાં હતી, જે આગળ ચાલતી આઇસર સાથે ટકરાઈ. આ ટક્કર એટલી ભયનાક હતી કે કારનો બુકડો બોલાઇ ગયો હતો.
અકસ્માતને પગલે કારમાં બેસેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે તેમનાં બે નાનાં બાળકો (8 વર્ષની બાળકી અને 5 વર્ષનો બાળક) નો ચમત્કારિક બચાવ થયો. 36 વર્ષિય વિશાલ ગણપતલાલ જૈનની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાલી રહી હોવાનું સામે આવ્યુ છે.