વિવાદોમાં ઘેરાયેલી અપૂર્વા મખીજાને ઝટકો, IIFA એમ્બેસેડર લિસ્ટમાંથા હાંકી કઢાઇ, રાજસ્થાન ટૂરિઝમે શૂટ કર્યુ કેન્સલ

અશ્લીલ ટિપ્પણી કરવાવાળાને જૂતા મારીશું, કરણી સેનાએ જારી કરી ચેતવણી, અપૂર્વા મખીજાને લઇને સરકારે કર્યો મોટો નિર્ણય

કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રણવીર અલ્હાબાદિયા ઉપરાંત અપૂર્વા માખીજા પણ આ દરમિયાન ગેસ્ટ તરીકે હાજર રહી હતી. દાખલ કરાયેલી FIRમાં સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાની સાથે અપૂર્વાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અર્પૂવાનું ઓનલાઈન નામ ‘રેબલ કિડ’ છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 27 લાખ લોકો તેને ફોલો કરે છે અને યુટ્યુબ પર 5 લાખ સબ્સક્રાઇબર્સ છે.

અપૂર્વા માખીજા ઉર્ફે ‘રેબલ કિડ’ કન્ટેન્ટ ક્રિએટર બનતા પહેલા આંતરરાષ્ટ્રીય કંપની ડેલમાં એસોસિયેટ સેલ્સ એન્જિનિયર એનાલિસ્ટ હતી. અપૂર્વાએ કહ્યું હતું કે બે રીલ બનાવીને તે નોકરીમાંથી તેના વાર્ષિક પગાર જેટલી કમાણી કરી શકી હતી. તેને બેંગ્લોરમાં રહેવું ગમતું ન હોવાથી તેણે નોકરી છોડી દીધી. અપૂર્વાના મતે જૂના બ્રેકઅપને કારણે તે કન્ટેન્ટ ક્રિએટર બની હતી. તે મુંબઈમાં પોતાનું ઘર બનાવવા માટે પૂરતા પૈસા કમાવવા માંગતી હતી.

અપૂર્વા એક મોડેલની સાથે અભિનેત્રી પણ છે. વર્ષ 2023માં તેણે વેબ શો Who’s Your Gynac સાથે અભિનયની શરૂઆત કરી હતી. વર્ષ 2024માં તેણે ડિઝાઇનર તરુણ તહિલિયાની સાથે રેમ્પ વોક કર્યું હતુ. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં અભદ્ર ટિપ્પણીઓ કર્યા બાદ રાજસ્થાનમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વા માખીજા સામે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. આ પછી, પ્રવાસન વિભાગ દ્વારા અપૂર્વાને IIFA એવોર્ડ્સના પ્રમોટર્સની યાદીમાંથી દૂર કરી છે.

અપૂર્વાને 20 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં IIFA શો માટે શૂટિંગ કરવાનું હતું. અહીં, રાજપૂત કરણી સેનાએ ચેતવણી આપી કે તેઓ ફક્ત અશ્લીલતા ફેલાવનારાઓનો વિરોધ જ નહિ કરે પરંતુ તેમના પર જૂતા પણ ફેંકશે. ત્યાં આ પહેલા કોટામાં અપૂર્વા અંગે કેસ નોંધાયેલો છે. અપૂર્વા વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વિવાદ વધી રહ્યો છે. અહીં, રાજપૂત કરણી સેનાના વિભાગીય વડા, ડૉ. પરમવીર સિંહ દુલાવતે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ લોકો પોતાને સુપરસ્ટાર બનાવવા માટે સોશિયલ મીડિયા પર ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોથી વંચિત વીડિયો રિલીઝ કરી રહ્યા છે.

પ્રવાસન વિભાગ તેમને IIFA એવોર્ડ્સના શૂટિંગ માટે મેવાડની ભૂમિ પર લાવી રહ્યું છે. આ દરમિયાન તેમણે ચેતવણી આપતા કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે અશ્લીલતા ફેલાવનારા અને અસંસ્કારી લોકોનો વિરોધ નહીં કરીએ, બલ્કે અમે તેમને અહીં જૂતાથી મારીશું. તેમણે વધુમાં કહ્યું કે જે ક્ષણે તેઓ ડાબોક એરપોર્ટની જમીન પર ઉતરશે, ત્યાંથી જ તેમનો બહિષ્કાર શરૂ થઈ જશે. અમે પ્રવાસન વિભાગને વિનંતી કરીએ છીએ કે મેવાડની ભૂમિ પર આવું પગલું ભરે. અહીં, અપૂર્વના વધતા વિરોધને જોઈને, પ્રવાસન વિભાગે અપૂર્વનું નામ પ્રમોટર્સની યાદીમાંથી દૂર કરી દીધું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!