લાખો રૂપિયા ખર્ચી અને કરવાનું હતું રિસેપ્શન પરંતુ આ નવદંપતીએ ઉઠાવ્યું એવું પગલું કે જાણીને તમે પણ કરશો સલામ

કપલની નેકદિલી ઉપર લોકોનું દિલ આવી ગયું, જરૂરિયાતોને મદદ કરવા 20 લાખ રૂપિયા…

હાલમાં જ દેશભરમાં ઘણા બધા લગ્નપ્રસંગો યોજાયા, લગ્નમાં મોટી જાહોજલાલી પણ જોવા મળી, ઘણા લગ્નનોની અંદર લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવતો જોયો તો ઘણા લોકો લગ્ન બાદ રિસેપ્શન પણ રાખતા હોય છે અને તેમાં પણ કેટલાય રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. પરંતુ આ દરમિયાન એક એવી ખબર આવી છે જેને સૌના દિલ જીતી લીધા છે.

તમે લગ્નોમાં ભવ્ય રિસેપ્શનની ઘણી તસવીરો જોઈ હશે, પરંતુ એક કપલે તેમના ભવ્ય રિસેપ્શનના બજેટમાંથી જરૂરિયાત મંદ લોકોને મદદ કરી, જેમને બે ટંકની રોટલી પણ મળતી નહોતી. વિશાલ જૈન અને સેજલ જોશીએ 15 નવેમ્બરના રોજ આબુધાબીમાં લગ્ન કર્યા. આ લગ્ન બાદ બંનેના ગ્રાન્ડ રિસેપ્શન માટે 20 લાખ રૂપિયાનું બજેટ હતું.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા વિશાલ જૈને 19 વર્ષની ઉંમરે કોલેજ છોડી દીધી અને પોતાની કંપની Sunshy Group શરૂ કરી. ઈન્દોરના સેજલ અને વિશાલ બંને બિઝનેસ પાર્ટનર છે. તાજેતરમાં જ તેણે UAEમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. બંને UAE શિફ્ટ થયા છે અને તાજેતરમાં જ વિશાલ અને સેજલના લગ્ન પણ થયા.

વિશાલ અને સેજલના લગ્ન 15 નવેમ્બરે અબુ ધાબીના કસર અલ સરબમાં થયા હતા. આ લગ્ન સમારોહમાં મર્યાદિત લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ વિશાલ અને સેજલ તેમના લગ્ન માટે ભવ્ય રિસેપ્શન યોજવાના હતા. આ માટે તેણે 20 લાખ રૂપિયાની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ બાદમાં તેમણે રિસેપ્શનના આ પૈસા દાન કરવાનો પ્લાન બનાવ્યો.

વિશાલે ગરીબ બાળકોને ખવડાવવા અને દેશના દરેક ભાગમાં રસીકરણ કરાવવામાં મદદ કરવા માટે વિવિધ ધર્માર્થ સંસ્થાઓને રૂ. 10 લાખનું દાન આપ્યું. બીજી તરફ સેજલે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે 5 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. આ ઉપરાંત 5 લાખ રૂપિયા એક ચેરિટી નીલામીમાં ભાગ લઈને લોકોને મદદ કરી.

રિસેપ્શન ના કરીને ગરીબોની મદદ કરવા વાળા વિશાલ જૈનનું ક્હેવું છે કે “આ ધનરાશિ એ લોકો સુધી પહોંચે જે લોકોને બે ટંકનું જમવાનું નથી મળતું. સાથે જ ગરીબ બાળકોના અભ્યાસ ઉપર પૈસા ખર્ચ થાય.” વિશાલ જૈન લાંબા સમયથી અક્ષય પાત્ર નામની સંસ્થામાં દાન આપે છે. જે લાખો ગરીબ બાળકોને રોજ સ્કૂલમાં મફત જમવાનું આપે છે.

Niraj Patel