ભારતમાંથી ઘણા લોકો સારા જીવનની શોધમાં કેનેડા જાય છે. કેટલાક લોકો ત્યાં સફળતા હાંસલ કરે છે, જ્યારે કેટલાક નિષ્ફળ પણ જાય છે, દરેકની પોતાની કહાની અને દર્દ હોય છે. કંઇક આવું જ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં એક ભારતીય ભાડૂઆતને બળજબરીથી ઘરની બહાર કાઢવામાં આવી રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ 15 સેકન્ડની ક્લિપમાં, ભાડૂઆત શર્ટ વિના લાચાર ઊભો છે, જ્યારે મકાનમાલિક તેની વસ્તુઓ ફેંકી રહ્યો છે. આ ઘટનાએ મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના સંબંધોને લઈને વિદેશી સમુદાયમાં ચિંતા વ્યક્ત કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ઘર કે કલશ’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં કેપ્શન છે – એક દેશી છોકરો અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો કારણ કે તે ઘર ખાલી કરી રહ્યો ન હતો. જેના કારણે મકાનમાલિકે જાતે જ તેની વસ્તુઓ કાઢવાનું શરૂ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનનો છે. વિડિયોમાં ભાડૂઆત વ્યથિત અને લાચાર દેખાય છે કારણ કે મકાનમાલિક તેની વસ્તુઓને ફેંકી રહ્યો છે.
Kalesh b/w a Desi guy and His landlord over he had fight with landlord cos he was not vacating the house then The landlord came and started moving his stuff out by himself, Brampton Canada pic.twitter.com/pAlhZoIHUT
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 3, 2024