દુલ્હન વિદાયમાં પોતે કાર ચલાવી દુલ્હાને લઇ જઇ રહી છે સાસરે, વીડિયો થયો વાયરલ

સામાન્ય રીતે, લગ્ન પછી છોકરીની વિદાય વખતે જે દ્રશ્ય જોવા મળે છે તે ખરેખર ખૂબ જ લાગણીશીલ હોય છે. દીકરીની વિદાય વખતે પિતા રડી રહ્યા હોય છે, અને માતા કોઈ ખૂણામાં બાળપણની યાદો તાજી કરતી જોવા મળે છે. એવી ભાવનાત્મક ક્ષણ સાથે, પુત્રી તેના વર સાથે કારમાં તેના સાસરે જાય છે અને પાછળ મીઠી યાદો છોડી જાય છે.

પરંતુ કોલકાતામાં એક અનોખા લગ્નમાં દ્રશ્ય અલગ હતું. યુવતીના લગ્ન થયા અને વિદાય પણ થઈ. પરંતુ વિદાય વખતે યુવતી કારમાં વરરાજા સાથે પાછળ ન બેઠી પરંતુ વરરાજાને બેસાડી પોતે કાર ચલાવી સાસરે ગઈ. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કોલકાતાની દુલ્હન સ્નેહા સિંઘી ઉપાધ્યાયની. જેણે પોતે જ વિદાય વખતે કાર ચલાવી હતી. તેની વિદાયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કોલકાતાની સ્નેહાએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. જેમાં જોવા મળી રહ્યું છે કે લગ્ન પૂરા થયા બાદ જ્યારે દીકરીને વળાવવાનો સમય આવ્યો ત્યારે સ્નેહા ડ્રાઇવર સીટ પર બેસી અને તેનો વર તેની બાજુમાં બેઠો. આ પછી સ્નેહાએ કાર સ્ટાર્ટ કરી અને સાસરે ચાલી નીકળી. ભારતીય લગ્નોની વર્ષો જૂની પરંપરાને તોડીને સ્નેહા તેના સાસરે હસતા હસતા ગઇ.

ટાઈમ્સ નાઉ સાથે વાત કરતી વખતે સ્નેહાએ કહ્યું- “તમને સાચું કહું તો મને નથી લાગતું કે આ મહિલા સશક્તિકરણ છે. લગ્ન પહેલા હું મારા પતિને ઘણી વખત ડ્રાઈવ પર લઈ ગઈ હતી. “અમારી પહેલી ડેટ એ પણ, મેં તેને ઘરે ડ્રોપ કર્યો હતો.” સ્નેહાના આ વીડિયો પર ઘણા લોકોએ સારો પ્રતિસાદ આપ્યો તો કોઇએ નકારાત્મક પ્રતિસાદ પણ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1)

Shah Jina