નવસારીના વિદ્યાર્થીનું કેનેડામાં ગુંગળાતા મોત, ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા સર્જાઇ દુર્ઘટના

કેનેડામાં પાર્કિંગમાં કાર ચાલું રહી જતા ધૂમાડાથી ગુંગળાઇને નવસારીના યુવાનનું મોત નિપજ્યું, ધ્રુજી ઉઠશો આખી વિગત જાણશો તો, ૐ શાંતિ

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે હાલમાં કેનેડામાં એક દુર્ઘટનામાં ગુજરાતી યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનેડાના ટોરેન્ટોમાં આવેલ ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં ઘરના ગેરેજમાં મૂકેલ કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધતાં નવસારીના નીલ પટેલનું શ્વાસ રૂંધાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્યુ છે.

નવસારીના વિદ્યાર્થીનું કેનેડામાં મોત

આ યુવક મૂળ નવસારીના મોટી કરોડ ગામનો હતો. આ દુર્ઘટનામાં છ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં નીલનું મોત નીપજ્યું હતું. ત્યારે ઘટનાની જાણ થતા નીલના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જલાલપોરના મોટી કરોડ ગામનો વિદ્યાર્થી નીલ પટેલ કેનેડાના ટોરેન્ટો ખાતે રહી અભ્યાસ કરતો હતો. ગેરેજમાં પાર્ક કરેલ કાર ચાલુ રહી જતા ઘરમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જવાને કારણે એલાર્મ વાગતા તમામ વિદ્યાર્થીઓએ ઘરના બારી દરવાજા ખોલી દીધા હતા.

ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા સર્જાઇ દુર્ઘટના

જો કે, ઘરમાં રાખેલ એલાર્મ બંધ ન થતા તેઓએ ગેરેજમાં જઇ કારનો દરવાજો ખોલી ચેક કર્યુ તો કાર્બન મોનોક્સાઈડ યુવાનના શ્વાસોશ્વાસમાં જતા જ નીલ પટેલ ઢળી પડ્યો અને તેનું મોત થયું. ઉલ્લેખનીય છે કે, એપ્રિલથી જૂન મહિના સુધીમાં કેનેડામાં 3 ગુજરાતી વિદ્યાર્થીના મોત થયા છે. આ વિદ્યાર્થીઓના મોતનું કારણ જોઇએ તો, ત્રણેયના ડૂબી જવાથી મોત થયુ હોવાનું અને રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા હોવાનું છે.

Shah Jina