કેનેડામાં અલગ અલગ જગ્યા ઉપર થયું ભારે ફાયરિંગ, એક સાથે આટલા બધા લોકોની મોત

ભયાનક ગોળીબારથી થથરી ઉઠ્યું કેનેડા, કેનેડા જવાના શોખીનો આ જોઈ લેજો….તડપી તડપીને મર્યા લોકો

છેલ્લા થોડા દિવસોથી અમેરિકામાં ફાયરિંગ થવાની ઘણી ઘટનાઓ સામે આવી, જેમાં ઘણા લોકોના મોત પણ થઇ ગયા, ત્યારે હવે વધુ એક ખબર કેનેડામાંથી સામે આવી રહી છે. કેનેડાની અંદર ભારતના ઘણા લોકો રહે છે અને ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં વસતા હોય છે, ત્યારે હવે કેનેડામાંથી આવેલી આ ફાયરિંગની ખબરે ભારતીયોના જીવ પણ તાળવે ચોંટાડી દીધા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડિયન પોલીસે સોમવારે જણાવ્યું હતું કે વાનકુવરના ઉપનગરમાં અનેક સામૂહિક ગોળીબારની જાણ કરવામાં આવી છે અને એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના લેંગલીના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબારની ઘટનાઓ બની છે. પોલીસ અધિકારી રેબેકા પાર્સલોએ કહ્યું કે તેમને હજુ સુધી જાનહાનિ અંગે માહિતી મળી નથી.

સોમવારે પોલીસે સવારે 6.30 વાગ્યે આ વિસ્તારમાં ચેતવણી જાહર કરી અને લોકોને સંબંધિત વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપી. પોલીસે શહેરના વ્યસ્ત વિસ્તાર તરફ જતા રસ્તાનો મોટો ભાગ બંધ કરી દીધો હતો. પોલીસે પાછળથી બીજી ચેતવણી જાહેર કરીને કહ્યું કે એક શકમંદ કસ્ટડીમાં છે.

લેંગલી વાનકુવરથી લગભગ 48 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત છે. પોલીસે જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની સાથે અન્ય લોકો પણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. અધિકારીઓએ લોકોને પાર્કિંગ લોટ, બસ સ્ટોપ, કેસિનો અને ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો ફાયરિંગની આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.

ફાયરિંગની આ ઘટનામાં મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ રોઇટર્સના જણાવ્યા અનુસાર આ ઘટનાને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત પોલીસે આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) અનુસાર જેના ઉપર ગોળીઓ વરસાવવામાં આવી તે લોકો બેઘર હતા. સાથે જ પોલીસનું માનવું છે કે હુમલો સુનિયોજિત હતો. આ કેસમાં પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગોળીબારમાં માત્ર એક જ વ્યક્તિ સામેલ હતી કે પછી તેની સાથે અન્ય બીજા લોકો હતા.

Niraj Patel