કેનેડાનું કાળું સત્ય ! કેનેડા કરતા ભારતની મેડિકલ સુવિધા ઘણી સારી…ઇમરજન્સીમાં પણ પેશન્ટને 5 કલાક જોવી પડે છે રાહ ?

ઘણા ગુજરાતીઓનું સપનુ હોય છે કેનેડા જઇ ખૂબ પૈસા કમાવવા. જો કે એક સમય એવો હતો જ્યારે કેનેડામાં ભારતીયોને ઘી-કેળા હતા, પરંતું હવે સ્થિતિ ઘણી બદલાઇ છે. લાખો રૂપિયા ખર્ચીને પણ લોકો કેનેડા જઈ રહ્યા છે, પરંતુ તેઓને ત્યાં કામ જ નથી મળી રહ્યું અને ખાસ તો એ કે ત્યાં ભારતીયો લોકો છેતરી રહ્યાં છે. જો કામ ઓછા ડોલરમાં મળે તો પણ સ્વીકારવું પડે છે.

અનેકવાર કેનેડાની હકિકત સામે આવતી હોય છે, જેમ કે ત્યાં જોબ ક્રાઇસિસ છે અને રહેવાની સુવિધા પણ બધા માટે સરખી નથી હોતી. ઘણી લોકો તો બેઝમેન્ટમાં પણ રહેવા માટે મજબૂર બનતી હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે ભારતની કમ્પેરિઝનમાં કેનેડાની મેડિકલ સુવિધા વર્સ્ટ છે. એક યુવક પોડકાસ્ટમાં કહે છે કે- જો કમે ઇમરજન્સીની ફીસ લીધી છે તો પેશન્ટને 5 કલાક પછી કેમ જોશો, ઇમરજન્સીનો 5 કલાક પછી કોઇ મતલબ નથી. જો મારે 5 કલાક પછી જ બતાવવું હોતુ તો હું 500 ડોલક આપતો ? નાઇટ શિફ્ટમાં એક ડોક્ટર છે અને પેશન્ટ બહુ બધા છે.

કેનેડાનું મેડિકલ ઘણુ ખરાબ છે, ઇન્ડિયા તો છોડો બાંગ્લાદેશનું મેડિકલ પણ સાચુ હશે. ઇન્ડિયા તો બહુ આગળ છે મેડિકલમાં જો કેનેડાથી કમ્પેર કરીએ તો. હું એવું નથી કહેતો કે ઇન્ડિયાના ડોક્ટર ખરાબ છે. ઇન્ડિયામાં બધુ થાય છે લીવર ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, બ્રેઇનની સર્જરીઓ.. ગુડગાંવમાં મેદાંતા હોસ્પિટલ છે, જે નંબર 1 હોસ્પિટલ છે. ત્યાં અફઘાનિસ્તાન અને સાઉદીથી પણ લોકો આવે છે. જો ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેશન્ટ સાથે ડીલિંગ કરે છે તો પછી કેનેડા કેમ નહિ. તેમના પાસે રિસોર્સિસ જ નથી.

 

View this post on Instagram

 

A post shared by CandidCast (@candidcastbycc)

વર્ષો કેનેડા ગયેલા ગુજરાતી બિઝનેસમેને કેનેડાની અંદરની કાળી હકીકત કહી, સુખી સમૃદ્ધ, લેવીશ લાઇફસ્ટાઇલ વાળા કેનેડાની ડાર્ક રિયાલિટી ખબર છે? જુઓ નીચે માહિતી વીડિયોમાં

Shah Jina