ગુજરાતના આ માતાજીના મંદિરમાં ભક્ત સાથે થયો અદભુત ચમત્કાર, શ્રીફળ વધેરતા જ થયું એવું કે…

આપણો દેશ ધર્મપ્રિય દેશ છે અને એટલે જ ધર્મમાં આપણા દેશના લોકોની ઘણી બધી આસ્થા જોડાયેલી છે. આપણા દેશની અંદર દરેક ગામ એવું હશે જ્યાં કોઈને કોઈ મંદિર આવેલું છે, અને આ મંદિરમાં ભક્તો ખુબ જ આસ્થા અને પ્રેમથી પૂજા અર્ચના કરતા હોય છે, ગુજરાતને પણ સાધુ સંતોની ભૂમિ કહેવામાં આવે છે. ત્યારે ઘણા એવા મંદિરો છે જેમાં આજે પણ ચમત્કાર જોવા મળે છે. (તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

ત્યારે હાલ એવા જ એક ચમત્કારની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવી છે પાટણ નજીક આવેલા ધારપુરમાં આવેલા સધી માતાજીના મંદિરમાંથી. જેમાં પાટણના એક શ્રદ્ધાળુ દિનેશભાઇ મકવાણા દ્વારા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાધા રાખવામાં આવી હતી. તેઓએ જયારે મંદિરમાં શ્રીફળ ચઢાવ્યું ત્યારે જોઈને તો ચકિત થઇ ગયા હતા.

કારણ કે જયારે દિનેશભાઇએ માતાજીના ચરણોમાં શ્રીફળ ચઢાવ્યું ત્યારે શ્રીફળ વધેરવાની સાથે જ અંદરથી હંસ આકારનો એક ભાગ નીકળ્યો હતો. આ જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ હેરાન રહી ગયા હતા. અને આ ઘટનાને માતાજીનો ચમત્કાર ગણાવી રહ્યા હતા. દિનેશભાઇની મનોકામના પૂર્ણ થયા બાદ શ્રીફળ વધેરતા જ આ ચમત્કાર થતા તેમણે આને માતાજીનો આશીર્વાદ માન્યો હતો.

મંદિરમાં શ્રીફળ વધેરીને દિનેશભાઇએ માતાજીના આશીર્વાદ મેળવી રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. હવે આ અનોખી ઘટનાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. શ્રીફળની તસવીરો જોતા જ લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયેલું છે, ઘણા લોકો આ ઘટનાને માતાજીનો ચમત્કાર માની રહ્યા છે તો ઘણા લોકો કોઈ સાયન્ટિફિક રીઝન માની રહ્યા છે.

Niraj Patel