સુરતમાં CAના વિદ્યાર્થીનો આપઘાત: મરતા પહેલા કહ્યું ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં….’
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા નાની ઉંમરના યુવાનો પણ આપઘાત કરવા લાગ્યા છે. ઘણા લોકો આર્થિક સંકળામણમાં આવીને આપઘાત જેવા પગલાં ભરતા હોય છે તો કેટલાક લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા યુવક યુવતી અને કિશોર વયના બાળકો પણ પરીક્ષા અને ભણતરના કારણે આપઘાત કરી લેતા હોવાનું સામે આવે છે.
ત્યારે હાલ એક ખબર સુરતમાંથી સામે આવી છે, જ્યાં CAનો અભ્યાસ કરી રહેલા એક વિધાર્થીએ આપઘાત કરીને પોતાના જીવનનો અંત લાવી લીધો છે. આપઘાત કરતા પહેલા યુવકે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેને તેની માતા અને મંગેતરને એક સંદેશો પાઠવ્યો હતો. સુસાઇડ નોટ લખ્યા બાદ યુવકે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જામનગર જિલ્લાના નવાગામના વતની અને હાલ કતારગામમાં આવેલા ગજેરા સર્કલ પાછળ ધનરાજ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દીપ અકબરીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. દીપના પિતા જીતેન્દ્ર અકબરી શણ માંજવાની દુકાન ચલાવે છે. તેમના સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે.

પોતાના એકના એક દીકરાના આપઘાત બાદ પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. દીપે ગત સોમવારે સાંજના સમએ પોતાના ઘરમાં પંખા સાથે શાલ બાંધી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એક મહિના પહેલા જ દીપની સગાઈ થઇ હતી, આપઘાત કરતા પહેલા દીપે એક સુસાઇડ નોટ પણ લખી હતી.

સુસાઇડ નોટની અંદર દીપે લખ્યું હતું કે મારા આ પગલાં ભરવા પાછળ મારુ મગજ અને વિચાર જવાબદાર છે, મારા આ પગલા માટે હું જ જવાબદાર છું. મમ્મી તું સ્ટ્રોંગ થઇ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું.” આ ઉપરાંત તેની મંગેતરને ઉલ્લેખીને તેને લખ્યું હતું કે, “તું સારી રીતે જીવન જીવજે, હું હંમેશા તારી સાથે છું.”