...
   

હે ભગવાન, CA ભણતો વિદ્યાર્થી વાંચતા વાંચતા ઢાળી પડ્યો, હાર્ટ એટેકથી મોત અને કોન્ટ્રાક્ટરે પણ જીવ ગુમાવ્યો, જાણો આખો મામલો

Rajkot 2 Men Due To Heart Attack : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોત થવાના મામલા સતત વધી રહ્યા છે અને હાર્ટ એટેકથી થતા મોતની ઘટનાનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી હાર્ટ એટેકના મામલા સામે આવ્યા છે.

એક મામલામાં CAના વિદ્યાર્થીને વાંચતી વખતે તો બીજા મામલામાં નાથદ્વાર યાત્રા કરવા ગયેલા કોન્ટ્રાકટરને હાર્ટ એટેક આવતા મોત થયું હોવાની માહિતી સામે આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં રૈયા રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક આવેલ આર્ય એવન્યુમાં રહેતો 25 વર્ષિય ધૈવત પંડ્યા સવારના 11 વાગ્યના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો.

જે બાદ તેને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ દરમિયાન ત્યાં હાજર તબીબે તપાસ કરી ધૈવતને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવારમાં તો આરેરાટી સાથે ગમગીની પણ છવાઈ ગઇ હતી.

આ મામલાની જાણ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરતા તે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બે ભાઈમાં નાનો અને CA ફાઈનલમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે. તેની નવેમ્બર માસમાં પરીક્ષા આવતી હોવાને કારણ તે પોતાના રૂમમાં વાંચતો હતો અને આ દરમિયાન જ તેને એટેક આવતા તેનું મોત નીપજ્યું.

File Pic

બીજા મામલાની વાત કરીએ તો, રાજકોટ નજીક આવેલા વિરડા વાજડી ગામે રહેતા 47 વર્ષિય રમેશભાઈ હુંબલ રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલ રાજશ્રી વાટિકા હોટલમાં હતા ત્યારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા તેમને નાથદ્વાર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, આ પછી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પણ તેમનું સારવાર મળે એ પહેલાં જ મોત થયું હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. મૃતક રમેશભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું તેમજ તેઓ કોન્ટ્રાક્ટર હોવાનું પણ સામે આવ્યુ હતુ.

Shah Jina