ડીસાના CAએ પ્રેમિકાને પામવા, 1.2 કરોડનો વીમો મેળવવા અને ક્રેટા ગાડીના હપ્તા ના ભરવા પડે તે માટે પત્નીની કરી નાખી..

ડીસાના CAએ પ્રેમિકાને પામવા,1.2 કરોડનો વીમો મેળવવા અને ગાડીના હપ્તા ના ભરવા પડે તે માટે પત્નીની કરી હત્યા, આ રીતે આવ્યું સમગ્ર કાવતરું સામે

ડીસાના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ લલિત માળી ઉપર તેની પત્નીની હત્યા કર્યાનો પર્દાફાશ થયો છે. છ મહિના અગાઉ સીએની પત્નીનું મોત થયું હતું, જેના બાદ લલિતે સહાનુભૂતિ મેળવવા માટે ચક્ષુદાન અને સામાજિક સંસ્થાનોમાં દાન ધર્મ જેવા કાર્યો પણ કર્યા હતા, પરંતુ કહેવાય છે ને કે જૂઠું ક્યારેય છૂપાતું નથી, એમ લલિતની પણ કરતૂતોનો આખરે ભાંડો ફૂટી જ ગયો.

લલિતે તેની પ્રેમિકાને પામવા માટે અને પત્નીના વિમાની 1.2 કરોડ પકવી લેવા માટે એક મિત્રની મદદથી તેની પત્ની દક્ષાયબેનની હત્યા કરી નાખી હતી, જે સંદર્ભમાં પોલીસે લલિતના મિત્રની ધરપકડ કરી લીધી હતી, પરંતુ લલિત છેલ્લા 6 મહિનાથી ફરાર હતો, આખરે તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

લલિત તેની પત્ની દક્ષા સાથે પગપાળા ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો અને કાપરા ગામ પાસે જ્યારે CA લલિત પત્નીથી દુર ચાલી રહ્યા હતા તે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી. બાદમાં મૃતકના પતિ CA લલિતે ચક્ષુદાન કર્યું હતું. સમાજના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી સમાજના લોકોની સહાનુભૂતિ મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

સમગ્ર ઘટના બાબતે પોલીસ ને શંકા જતા તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક દક્ષા ના નામે આઠ માસ અગાઉ 1.20 કરોડ નો વીમો લેવામાં આવ્યો જતો અને રૂ 17 લાખ ઉપરાંત ની કિંમતની ક્રેટા ગાડી મૃતક ના નામે લાવીને મિત્રને આપી હતી જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને CA લલિત માળીને બોલાવી કડક પૂછપરછ કરતા આખરે તેણે તેની પત્ની અકસ્માતનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી.

તો આ બાબતે ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે CA લલિત માળીને અન્ય યુવતી સાથે અફેર હોઈ તેને પામવા માટેનું પત્ની નડતી હોઈ તેને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેના મિત્રને રૂ 2 લાખ આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ CA લલિત માળી ડીસાથી ગેળા હનુમાનજી મંદિર ચાલતા જઈ રહ્યા હતા તે સમયે કાપરા ગામ પાસે લલિત તેની પત્નીથી દુર ચાલી રહ્યો હતી તે સમયે તેના મિત્ર દક્ષાબેન ને ટક્કર મારી નાસી છૂટ્યો હતો.

મૃતક દક્ષાના નામે આઠ માસ અગાઉ 1.20 કરોડનો વીમો લેવામાં આવ્યો હતો અને રૂ 17 લાખ ઉપરાંતની કિંમતની ક્રેટા ગાડી મૃતકના નામે લાવીને મિત્રને આપી હતી જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. આમ સમગ્ર ઘટનાની કબૂલાત કરતા પોલીસ એ હાલ આરોપી  CA લલિત માળીની અટકાયત કરી હતી અને વધુ તપાસ માટે દિયોદર DySP  પી એચ ચૌધરી ,ભીલડી પી એસ આઈ અને એફ એસ એલની ટિમ આરોપીને ઘટના સ્થળે લઇ જઇ રિટેક્શન કરાવ્યું હતું.

Niraj Patel