માત્ર 12 રૂપિયામાં ખરીદો 1 BHKનું ઘર, ખરીદતા પહેલા માનવી પડશે ખાલી એક નાની શરત
ઘર ખરીદવું એ દુનિયાના કોઈ પણ માણસનું સપનું હોય છે. પોતાના ઘર જેવો અહેસાસ અપાવે આવી કદાચ જ કોઇ બીજી જગ્યા મહેસૂસ કરાવે. લોકો પુરી જિંદગી તેને કમાયેલા રૂપિયા ભેગા કરે છે કારણકે તેમના સપનાનું ઘર ખરીદી શકે. તેના પછી પણ ઘણા લોકો તેમના સપનાને પુરા કરી શકતા નથી. પરંતુ દુનિયામાં એક દેશ છે જેમણે તમારું આ સપનું પૂરું કરવા કરવા માટે તક આપી છે.
ફક્ત 12 રૂપિયામાં તમે તમારા સપનાનું ઘર ખરીદી શકો છો. રોયટર્સમાં છપાયેલી ખબર અનુસાર 12 રૂપિયામાં ઘર ખરીદી શકીએ છીએ. ક્રોએશિયાના એક શહેરે આ તક આપી છે. ક્રોએશિયાનો ઉત્તરવાળો ભાગમાં આવેલ લેગ્રાડ શહેરમાં તમે માત્ર 12 રૂપિયામાં ઘર ખદીરી શકો છો. ત્યાંની કરન્સી પ્રમાણે માત્ર 16 સેટમાં એક આખું ઘર તમારા નામ પર થઇ શકે છે. આ કોઈ મજાક નથી. ઘર ખરીદવા માટે ત્યાંની સરકાર પણ તમને મદદ કરશે.
ક્રોએશિયાનુ આ શહેર ક્યારેક ગીચ વસ્તી વાળુ ગણવામાં આવતુ હતુ. પરંતુ તેના પછી ઘણા બધા કારણોના લીધે ધીરે ધીરે લોકો ત્યાંથી નીકળવા લાગ્યા. તેનું મુખ્ય કારણ એ હતું કે તે મુખ્ય શહેરથી જોડાયેલ હતું નહિ. ત્યાંના લોકો મુખ્ય શહેરમાં જઈને રહેવા લાગ્યા જેના લીધે અહીંયાના ઘર ખાલી થવા લાગ્યા. શહેરને ફરીવાર વસાવવા માટે ત્યાંની સરકારે સસ્તા ભાવમાં ઘર વેચવાનું નક્કી કર્યું છે. જેને લીધે લોકો ફરીવાર ત્યાં આવીને રહેવા લાગે.
લેગ્રાડ શહેરમાં વેચાયી રહી આ સસ્તી પ્રોપર્ટીને તમે પણ ખરીદી શકો છો. તેના માટે તમારે વધારે કઈ કરવાની જરૂર નથી ખાલી ક્રોએશિયા સરકારની એક શરત માનવી પડશે. જેને પણ ત્યાં ઘર ખરીદવા માટે રુચિ છે તેમને એક એગ્રીમેન્ટ સાઈન કરવાનો રહેશે જેના પર લખ્યું હશે કે તે ત્યાં જગ્યા પર ઓછામાં ઓછું 15 વર્ષ સુધી રહેવુ પડશે. ઘર ખરીદીને તેને ખાલી નથી રાખવાનું. ત્યાં રહેવું જરૂરી છે. જયારે તમને આ શરત મંજુર હોય તો જ ત્યાં ઘર ખરીદી શકશો.
શહેરના મેયરે જાણકારી આપતા કહ્યું કે અહીંયા લગભગ 19 ઘર વેચવાના હતા તેમાંથી 17 ઘર વેચાઈ ગયા છે. હવે ખાલી 2 ઘર બાકી રહ્યા છે જેને તમે ખરીદી શકો છો. જો તમે આ ઘરને ખરીદવા માંગો છો તો તમારે ક્રોએશિયામાં 15 વર્ષ રોકાવા માટે પણ તૈયાર રહેવું પડશે. એવામાં જો તમે દેશથી દૂર રહીને પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો આ ઓફર તમારા માટે નથી.