સાળીની એનિવર્સરીના જશ્નમાં ડાંસ કરી રહ્યા હતા, અચાનક પડ્યા અને હાર્ટ એટેકથી થયુ મોત, સામે આવ્યો વીડિયો

છેલ્લા ઘણા સમયથી દેશભરમાંથી એવી એવી મોતની ઘટનાઓ સામે આવી છે, જેમાં ડાંસ કરતા, ગીત ગાતા અથવા કોઇ પણ સ્ટેજ પ્રોગ્રામમાં હાર્ટ એટેક આવવાથી કોઇનું મોત થયુ હોય.ત્યારે હાલમાં વધુ એક આવી ઘટના સામે આવી છે, જેમાં લગ્નની એનિવર્સરી પાર્ટીમાં ડાંસ કરતા કરતા હાર્ટ એટેકથી દવા કારોબારીનું મોત થઇ ગયુ. જો કે, તેમને હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યા, પરંતુ તેમનું મોત થઇ ગયુ હતુ. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાંથી આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે.

આ ઘટના બાદ ઘરમાં કોહરામ મચી ગયો અને લગ્નની એનિવર્સરીની ખુશીઓ ગમમાં ફેરવાઇ ગઇ. શનિવારની રાત્રે 11.05 વાગ્યે આ ઘટના ઘટી હતી. મામલો સિવિલ લાઇંસ સ્થિત અતુલ મહેશ્વરી માર્ગનો છે. અહીં મકાન નંબર 9માં 46 વર્ષિય અમરદીપ વર્માની સાળી પૂનમની લગ્ન વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી. આ માટે પંખુડી એપાર્ટમેન્ટમાં શાનદાર ઇંતજામ પણ કરવામાં આવ્યો હતો. ડીજે વાગી રહ્યુ હતુ. અમરદીપ તેમની પત્ની અને અન્ય સંબંધીઓ સાથે ગીત પર ડાંસ કરી રહ્યા હતા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અમરદીપને પહેલા છાતીમાં હળવું દર્દ મહેસૂસ થયુ અને પછી તેઓ બેસી ગયા. થોડીવારમાં આરામ મહેસૂસ થવા પર તેઓ ફરી પત્ની સાથે ડાંસ કરવા લાગ્યા. આ દરમિયાન તેમને મૈસિવ હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડ્યા. અમરદીપના પડતા જ પાર્ટીમાં કોહરામ મચી ગયો અને ડીજે બંધ કરાવવામાં આવ્યુ. પરિજન અને સંબંધીઓ અમરદીપને લઇને હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરે જવાબ આપી દીધો.

તે બાદ નાજરથ હોસ્પિટલ અને સરસ્વતી હાર્ટ કેરમાં પણ બતાવવામાં આવ્યુ. ડોક્ટરે તેમને રેફર કરી દીધા. અમરદીપ બેહોંશ હતા પરિજન તેમની સ્થિતિ જોઇ વિખેરાવા લાગ્યા. જે બાદ સ્વરૂપ રાની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. રાતમાં મોતીલાલ નેહરૂ મેડિકલ કોલેજના પ્રાચાર્ય પ્રો.એસપી સિંહનો પણ સંપર્ક કરવામાં આવ્યો. ડોકટરોની ટીમે અમરદીપની તપાસ કરી તેમને મૃત ઘોષિત કરી દીધા. આ ઘટનાથી બધા હેરાન છે અને અમરદીપના પરિવારની હાલત તો રડી રડીને ખરાબ છે.

Shah Jina