વહુ કાજલ શાહે પહેલા સાસુ અને પછી પતિને મારી નાખ્યો, હત્યારી પત્નીએ ગજબ દિમાગ વાપર્યું, પ્લાન વાંચીને રૂંવાટી ઉભી થઇ જશે

મુંબઈમાં કરોડપતિ ગુજરાતી કાજલે પતિનું PM અટકાવવા ઘણા ધમપછાડા કર્યા, મોતની મિસ્ટ્રી વાંચીને કહેશો આના પર ફિલ્મ બનાવો કોઈ….

ગુજરાતમાંથી ઘણા હત્યાના મામલા સામે આવે છે, જેમાં ઘણા પતિ-પત્નીની હત્યાના પણ હોય છે. ત્યારે બાંદ્રા ક્રાઈમ બ્રાન્ચે ગત ડિસેમ્બર 2022માં 46 વર્ષીય પત્ની કાજલ શાહ અને તેના 45 વર્ષીય બોયફ્રેન્ડ હિતેશ જૈનની ધરપકડ કરી હતી, જે 45 વર્ષીય વેપારી કમલકાંત શાહની હત્યામાં સામેલ હતા. આ કેસમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં બંને પર કમલકાંતની 72 વર્ષીય માતા સરલા દેવીની હત્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બંને હત્યાઓ માટે બે અલગ-અલગ એફઆઈઆર નોંધવાને બદલે કમલકાંતની હત્યાની એફઆઈઆરમાં સરલા દેવીની હત્યાનો કેસ ઉમેર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચનો આરોપ છે કે બંનેની હત્યા આર્સેનિક અને થેલિયમ કેમિકલ આપીને કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ મૃતકના કુકના નિવેદન, વેબ સર્ચ હિસ્ટ્રી, આર્સેનિક અને થેલિયમ માટે ઓનલાઈન ખરીદીના ઓર્ડર પર વિશ્વાસ કરી રહી છે, કારણ કે તેમની પાસે સબૂતનો અભાવ છે. પોલીસે કહ્યું કે આ બધું સાબિત કરે છે કે કવિતા ઉર્ફે કાજલ શાહ અને તેના બોયફ્રેન્ડ હિતેશ જૈને સાસુ સરલા દેવીને પણ ઝેર આપ્યું હતું. આ પછી કાજલ અને હિતેશે કમલકાંતને પણ એ જ રીતે માર્યો. કમલકાંત અને તેની માતા સરલા દેવીનું ગયા વર્ષે એક મહિનાના અંતરાલ સાથે અવસાન થયું હતું.

આરોપી હિતેશની વેબ સર્ચ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે તે જુલાઈ 2022થી વિવિધ ડીલરો પાસેથી આર્સેનિક અને થેલિયમ ખરીદતો હતો. તેણે 105 વખત આર્સેનિક અને 156 વખત થેલિયમ સર્ચ પણ કર્યુ. પોલીસે જણાવ્યું હતું કે તે ઝેર ખરીદવા માટે 20 જુલાઈના રોજ વોટ્સએપ દ્વારા ડીલરો સાથે સંપર્કમાં હતો અને તેથી તે સ્પષ્ટપણે પુષ્ટિ કરે છે કે બંનેએ સરલા દેવીને ઝેર આપ્યું હતું, કારણ કે તેનું ઓગસ્ટમાં મોત થયું હતું. બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચે સરલા દેવી મોત કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ખૂબ જ ઊંડી તપાસ કરી હતી,

કારણ કે કમલકાંતના કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પોલીસ પાસે મેટલ બ્લડ ટેસ્ટ રિપોર્ટ, ઑટોપ્સી રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ છે, જે આર્સેનિક અને થૅલિયમના ઉચ્ચ સ્તરને કારણે તેના મોતની પુષ્ટિ કરે છે. જ્યારે, સરલા દેવી પર આવો કોઇ ટેસ્ટ કે ઓટોપ્સી નહોતી કરવામાં આવી. પોલીસે જણાવ્યું હતું કે કાજલે વીમા એજન્સીઓ સાથે પૂછપરછ કરીને તેના પતિની પોલિસી વિશે પણ માહિતી એકઠી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના પતિની હત્યા કરનાર આરોપી મહિલા તેના ભોજનમાં ઝેર ભેળવી દેતી હતી.

કાજલ અને તેનો બોયફ્રેન્ડ હિતેશ જૈને જ્યાંથી ઝેરી પદાર્થ ખરીદ્યો હતો તે સ્થળ પણ પોલીસે શોધી કાઢ્યું હતું. પત્ની આ ઝેર પતિ કમલકાંતના ભોજનમાં પીરસતી હતી. પોલીસે કેમિકલ ડીલરનું નિવેદન પણ નોંધ્યું છે જે કેસમાં સાક્ષી હતો. રીપોર્ટ અનુસાર, પોલીસે કાજલ અને તેના બોયફ્રેન્ડને કસ્ટડીમાં લઇ લગભગ 10 કલાક જેટલી પૂછપરછ કરી હતી અને તેમણે પોતાનો ગુનો કબુલ્યો પણ હતો. આ પછી ગુરુવારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જણાવી દઇએ કે, ગત 24 ઓગસ્ટના રોજ શાહે પેટમાં દુખાવાની ફરિયાદ કરી અને ઉલ્ટી થવા લાગી.

તેણે તેના ફેમિલી ડોક્ટર પાસેથી દવાઓ લીધી. પણ તેમ છતાં દુખાવો ચાલુ રહ્યો અને તેને અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે શાહની પીડા ઓછી ન થઇ ત્યારે બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાપડના વેપારી કમલકાંત શાહની માતાનું પણ તે સમયે થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ રીતે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેની માતાનું પણ મોત થયું હતું. એટલે ક્યાંકથી પોલીસને એવો સંકેત મળ્યો કે બિઝનેસમેનની પત્નીએ માતાના ભોજનમાં કંઈક આવું જ ભેળવ્યું હશે.

પોલીસના જણાવ્યા અનુસાર, કાજલ અને તેનો પ્રેમી હિતેશ જૈન બિઝનેસમેન શાહથી છૂટકારો મેળવવા અને તેની મિલકત હડપ કરવા માંગતા હતા. આથી તેણે આર્સેનિક અને થેલિયમ ખરીદ્યું. બંનેએ આયોજનના ભાગરૂપે પહેલા તે વેપારીની માતાને આપ્યુ અને પછી તેને કમલકાંતના ભોજનમાં પણ પીરસવામાં આવ્યું. પતિ કમલકાંત શાહ અને પત્ની કાજલ વચ્ચેના સંબંધો સારા ન હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું.

આ ઉપરાંત કાજલનું તેના બાળપણના મિત્ર હિતેશ સાથે અફેર હતું અને આ સંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. આ અંગે પતિએ કાજલની પૂછપરછ પણ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આ ઘટના પછી કાજલ તેના પતિ સાથે લડાઈ અને તેના માતા-પિતા સાથે રહેવા ગઈ. તે ગત વર્ષે 15 જૂને કેટલીક શરતો પર પરત ફરી હતી. જો કે, તે માત્ર તેના બાળકો માટે જ પાછી આવી હતી. આરોપી હિતેશ જૈનના એડવોકેટ

Shah Jina