માતા વૈષ્ણોદેવીના ધામમાંથી પરત ફરી રહેલી બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, સંભળાઈ મોતની ચીસો, આટલા લોકો થયા બળીને ભડથું

માતાજીના દર્શન કરીને જમ્મુ જઈ રહેલી બસમાં અચાનક થયો બ્લાસ્ટ, 4 લોકોના મોત, 24 શ્રદ્ધાળુઓ દાઝી ગયા, હચમચાવી દેનારી તસવીરો

દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, વળી હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડતી હોવાના કારણે વાહનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકોના બળીને મોત પણ થઇ જતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં બસમાં આગ લાગી ગઈ.

શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા મુસાફરોની બસમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. બેઝ કેમ્પ કટરાથી ત્રણ કિલોમીટરના અંતરે એક ચાલતી બસમાં આગ લાગતાં ચાર તીર્થયાત્રીઓ દાઝી ગયા હતા. અન્ય 24 ભક્તો ગંભીર રીતે દાઝી ગયા હતા. કટરામાં પ્રાથમિક સારવાર બાદ તમામ ઘાયલોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ બસના એન્જિન વિસ્તારમાં થયો હતો, જેનાથી આગ લાગી હતી. બાદમાં ઈંધણની ટાંકી ફાટવાને કારણે આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. શુક્રવારે મોડી સાંજ સુધી મૃતકોની ઓળખ થઈ શકી ન હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બસ (JK14-1831) કટરાના મુખ્ય બસ સ્ટેન્ડથી બપોરે 3.15 વાગ્યે નીકળી હતી.

શ્રદ્ધાળુઓને લઈ જતી બસ કદમલ ખાતે શનિદેવી મંદિર નજીકથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન બસના આગળના ભાગમાં વિસ્ફોટ થતાં સવારે 3.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. બસ ઉભી રહે અને લોકોને બહાર કાઢી શકાય તે પહેલા જ આગે આખી બસને લપેટમાં લીધી હતી. બસમાં બેઠેલા ભક્તોએ બુમરાણ મચાવી દીધી હતી અને ચીસો પાડવા લાગ્યા હતા.

ઈંધણની ટાંકી ફાટ્યા બાદ આગ ઝડપથી ફેલાઈ હતી, જેમાં બસમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. અન્ય 24 ઘાયલોમાંથી મોટાભાગના લોકોના હાથ અને પગ સળગી ગયા છે. સ્થાનિક લોકોની મદદથી, ઘાયલોને આગમાં લપેટાયેલી બસમાંથી બહાર કાઢવામાં આવ્યા અને કટરા ફર્સ્ટ એઇડ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જીએમસી જમ્મુમાં રિફર કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી ત્યાં સુધી બસ ખરાબ રીતે બળી ગઈ હતી.

Niraj Patel