સોનગઢ ટોલ નાકા ઉપર જાનૈયાઓ ભરેલી બસ સીધી જ ટોલનાકામાં ઘુસી ગઈ હતી, સર્જાયા હતા ભયાનક દૃશ્યો, જુઓ હૃદય કંપાવી દેનારો વીડિયો

જાનૈયાથી ભરેલી બેકાબુ બનેલી ટ્રાવેલ્સ સીધી ટોલ બૂથમાં જ ઘુસી ગઈ, 15 લોકો ઘાયલ અને..CCTVમાં આખી ઘટના કેદ, જુઓ હૃદય કંપાવી દેનારો વીડિયો

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આવા અકસ્માતની ઘટનાઓના વીડિયો સીસીટીવીમાં પણ કેદ થઇ જાય છે અને પછીથી તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે, જેને કોઈને જ કંપારી છૂટી જાય.

હાલ એવો જ એક વીડિયો સોનગઢના એક ટોલ ટેક્સ ઉપરથી સામે આવ્યો છે. જેમાં જાનૈયાઓથી ભરેલી એક બસ ટોલ પ્લાઝા બૂથમાં ઘુસી જતી સીસીટીવીમાં જોઈ શકાય છે. આ ભયાનક અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ગમખ્વાર અકસ્માત સોનગઢ માંડલ ટોલનાકા પર સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન લઈને પરત ફરી રહેલી શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેકાબુ થઈને ટોલનાકા બુથમાં ઘુસી ગઈ હતી. જેમાં જાનૈયા અને ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 4 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બેકાબુ બનેલી બસ ટોલનાકા સાથે અથડાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઈને ટોલનાકાના કર્મચારીઓને ઈજા પહોંચવાની સાથે ડરનો માહોલ પણ પેદા થયો હતો. બસને પણ ભારે નુકસાન સર્જાયું હતું. જ્યારે બસમાં સવાર જાનૈયાઓમાંથી 15ને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 4 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

આ અકસ્માત આજે સવારે 11 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે બસ કેવી રીતે બેકાબુ થઈને ટોલબુથ ઉપર ઘુસી આવે છે અને આ સીસીટીવી ફુટેજમાં એ પણ જોઈ શકાય છે કે ટોલબુથની અંદર કામ કરી રહેલી એક મહિલા કર્મચારી પોતાનો જીવ બચાવવા માટે ભાગવા માંગે છે, પરંતુ એ પહેલા જ બસ આખા ટોલબુથને પોતાની ચપેટમાં લઇ લે છે.


બસ ફુલ સ્પીડમાં હોવાથી ટોલનાકા પર ઊભા કરવામાં આવેલા સાઈન બોર્ડ અને ડિવાઈડરને ટક્કર મારતાં ત્યાં નુકસાન થયું છે, સાથે જ બસની આગળની ડાબી સાઈડના ભાગને તથા કાચ સહિત કેબિનને ભારે નુકસાન થયું છે. જ્યારે બસ ટોલની કેબિન સાથે ધડાકાભેર અથડાઈ હોવાથી ટોલ કેબિનને પણ નુકસાન થયું છે, સાથે જ બસના સાઈડનાં પતરાં પણ તૂટી જતાં બસની અંદર મુસાફરી કરી રહેલા જાનૈયાઓને પણ ઈજા પહોંચી છે.

Niraj Patel