બસ એક્સિડન્ટમાં મા-દીકરા સહિત 7ના મોત : મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હાઇવે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, વાહનચાલકની બેદરકારીને કારણે તો ઘણીવાર વાહનમાં કોઇ ટેકનિકલ ખામીને કારણે અકસ્માતોના કિસ્સા બનતા રહે છે. ત્યારે હાલમાં છત્તીસગઢના રાયપુરથી રેણુકૂટ જતી બસના અકસ્માતની ખબર સામે આવી છે. આ અકસ્માત સોમવારે વહેલી સવારે થયો હતો. કોરબામાં સ્પીડમાં આવતી બસ રોડની બાજુમાં ઉભેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 7 મુસાફરોના મોત થયા હતા અને તેમાં બે બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.

જ્યારે 12થી વધુ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ અકસ્માત બાંગો પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. રાયપુરથી સીતાપુર જઈ રહેલી ઝડપી બસ CG 04 MM3195 ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મૃતદેહ પોડી ઉપોરડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. મૃતકોના સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

અકસ્માત બાદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે તેમણે અધિકારીઓને મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે. તેમજ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવાના પણ નિર્દેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોયલ્સ ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસ સ્લીપર કોચ મોડી રાત્રે રાયપુરથી રેણુકૂટ માટે રવાના થઈ હતી. સવારે લગભગ 4 વાગે બસ કોરબાના પૌરી ઉપેડામાં નેશનલ હાઈવે-130 પર પહોંચી હતી

ત્યારે તે મડાઈ પાસે રોડ કિનારે પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના ફુરચા ઉડી ગયા હતા. એક બાજુથી બસને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સમયે લોકો ગાઢ નિંદ્રામાં હતા. અથડામણ થતાં જ હાઇવે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો પડી ગઈ હતી. સવારે આજુબાજુના લોકોએ અકસ્માત જોયો તો તેમણે પોલીસને જાણ કરી. આ પછી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

આ અકસ્માતમાં ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક સબ હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર રીતે ઘાયલોને જીલ્લા હોસ્પિટલ, કોરબામાં રીફર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અન્ય એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Shah Jina