ઇઝરાયલમાં ઘરે-ઘરે હોય છે એવો સીક્રેટ રૂમ કે તેનો ઉપયોગ જાણી તમે પણ ચોંકી જશો

ઇઝરાયલમાં દરેક ઘરમાં દરેક જગ્યાએ હોય છે એક ‘સ્પેશિયલ’ રૂમ, ઉપયોગ જાણીને મજા આવી જશે

ઇઝરાયલ અને હમાસ વચ્ચે જંગ ચાલી રહી છે. ફિલિસ્તીની ચરમપંથી સંગઠન હમાસ 10 મેની સાંજથી ઇઝરાયલ પર રોકેટ હુમલો કરી રહ્યો છે. જવાબમાં ઇઝરાયલ પણ ફિલિસ્તીની વિસ્તાર પર હવાઇ બમબારી કરી રહ્યો છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલી આ હિંસા સાથે જોડાયેલ કેટલાક વિડીયો ઇન્ટરનેટ પર ફરી રહ્યા છે. આમાંથી એક વીડિયો ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઇઝરાયલનું આસમાન જોવા મળી રહ્યુ છે અને અહીં રોકેટ આવતા દેખાઇ રહ્યા છે. પરંતુ આ રોકેટ તેના ટાર્ગેટ પર પહોંચી રહ્યા નથી. વચ્ચે હવામાં જ નષ્ટ થઇ રહ્યા છે.

ફિલિસ્તીની ઉગ્રવાદી ગુટ હમાસે અત્યાર સુધી લગભગ 1700થી વધુ રોકેટ દાગ્યા છે. જેમાંથી વધારે પડતા રોકેટ તો ઇઝરાયલના આયરન ડોમ મિસાઇલ ડિફેંસ સિસ્ટમએ તબાહ કરી દીધા છે. ઇઝરાયલનું સૌથી મોટુ રક્ષા કવચ આયરન ડોમ મિસાઇલ ડિફેંસ સિસ્ટમ છે. જે રિહાયશી વિસ્તારોમાં રહેનાર લોકોની સુરક્ષા માટે હવામાં જ મિસાઇલો કે રોકેટોને ઉડાવી દે છે.

જેવી જ વિસ્તારમાં કોઇ હુમલાની સૂચના રડારને મળે છે શહેરમાં સાયરન વાગવા લાગે છે. તેને સાંભળતા જ લોકો તેમના ઘરોમાં બનેલા સુરક્ષા બંકરમાં ચાલ્યા જાય છે. જેનાથી જો કોઇ આયરન ડોમને ચકમો દઇને કોઇ મિસાઇલ લોકોના ઘર સુધી પણ પહોંચી જાય તો લોકોને તેના કારણે જાનમાલનું નુકશાન ઉઠાવવુ પડે છે.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલમાં બંકર બધી જગ્યાએ બનેલા છે. ઘરો ઉપરાંત ઓફિસ, મોલ, રમતનું મેદાન, હોટલ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટિ બધી જગ્યાએ બંકર છે. આ બકરને ઇઝરાયલી સેનાની દેખરેખમાં બનાવવામાં આવે છે. જે ડિઝાઇન બંકરનું પાસ કરવામાં આવે છે. તેમાં કોઇ પણ રીતનો બદલાવ કરવામાં આવતો નથી.

Shah Jina