ખુંટીયાની લડાઈમાં રસ્તામાં પડેલી કાર બની શિકાર, ઝઘડતા ઝઘડતા જ કારનો વાળી નાખ્યો કચ્ચરઘાણ, ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

રોડ પર ઝઘડતા આખલાઓ ચઢી ગયા કાર પર, અને પછી કારની જે હાલત કરી એ જોઈને તો કાર માલિક પણ માથું પકડી લેશે, જુઓ વીડિયો

Bull Crash On Car During Street Fight : ગુજરાત સમેત દેશભરમાં રખડતા જાનવરોનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે. આવા રખડતા ઢોરના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. તો ક્યારેક આવા રખડતા ઢોર કોઈને હડફેટે પણ લેતા હોય છે, જેમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. તો રોડ પર આખલા દ્વારા પણ ઘણીવાર લડાઈ થતી હોય છે અને તેના કારણે વાહનોને પણ નુકશાન થતું હોય છે.

હાલ એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રસ્તા પર 3 આખલા ઝઘડતા જોવા મળી રહ્યા છે, રોડની બીજી તરફ બીજા આખલા પણ ઉભા છે, પરંતુ આ ત્રણ આખલા એકબીજા પર હુમલો કરે છે. ત્યારે જ એક આખલો બાજુમાં પાર્ક કરેલી એક કાર તરફ જાય છે અને ત્યાં તેના પર બીજો આખલો હુમલો કરી દે છે.

બંને આખલા કાર પર જ ઝઘડવા લાગે છે અને કારનો કચ્ચરઘાણ નીકળી જાય છે. જેના બાદ આસપાસ ઉભેલા લોકો પણ આખલાને લાકડીથી ભગાડે છે અને આખલા ભાગી જાય છે. આ સમગ્ર ઘટનાને કોઈએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગયો. આ ચોંકાવનારો વિડિયો @gharkekalesh દ્વારા 2 જુલાઈના રોજ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું  “રસ્તા પર આખલાની અથડામણ.” ત્યારે વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 72 હજાર કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો આ વાયરલ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે. કોઈ કારના માલિકને મોટું નુકશાન થયું હોવાનું કહી રહ્યું છે તો કોઈ સરકારને રખડતા ઢોરને પાંજરામાં પુરવાની પણ અપીલ કરી રહ્યું છે.

Niraj Patel