બજેટ 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે મિડલ ક્લાસ માટે ખોલ્યો પિટારો, 300 યુનિટ ફ્રી વીજળી અને 2 કરોડ ઘર…

નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે અનેક મોટી યોજનાઓ અને નવી સુવિધાઓના વિકાસની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં મોટી જાહેરાત કરી.

તેમણે કહ્યું કે દેશને વીજળીમાં વધુ આત્મનિર્ભર બનાવવા માટે એક કરોડ ઘરોને 300 યુનિટ સૌર વીજળી મફતમાં આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યુ કે દેશમાં સોલર ઉર્જાને વધારો આપવામાં આવશે, આ સાથે જ દેશમાં મોંઘી વીજળીની સમસ્યાને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવશે.

બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે એક કરોડ ઘરોમાં સોલર ઉર્જાની સુવિધા આપવામાં આવશે અને આ સાથે જ દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી પણ આપવામાં આવશે. આનાથી દેશમાં વીજળીની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદ મળશે.

પીએમ મોદી પોતે પોતે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા અને તેને વધુ વધારવા મક્કમ છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સામાન્ય લોકો માટે સૌર વીજળી અંગે મોટો નિર્ણય લીધો હતો, ત્યારે આ બાબત જોવા મળી હતી.

આ જ કારણ છે કે પીએમ મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ લગભગ એક કરોડ ઘરોમાં સોલર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું કે આ યોજનાનો લાભ સીધો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળશે.

આનાથી તેમનું વીજળીનું બિલ ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, કોવિડને કારણે પડકારો હોવા છતાં પણ પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ મકાનોનું નિર્માણ ચાલુ રહ્યું અને 3 કરોડ મકાનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની અમે નજીક છીએ.

આ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે મોદી સરકાર મિડલ ક્લાસ માટે સ્પેશિયલ હાઉસિંગ સ્કીમ લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે કારણ કે પરિવારોની સંખ્યામાં વધારાને કારણે જે ઉભી થયેલી જરૂરિયાત છે તેને પહોંચી વળવા માટે..

ઉલ્લેખનીય છે કે, નાણામંત્રીએ ઇનકમ ટેક્સ કલેક્શનને લઇને કહ્યુ કે- 10 વર્ષમાં આવકવેરા સંગ્રહમાં ત્રણ ગણો વધારો થયો છે અને મેં ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની જેઓ આવક ધરાવે છે તે લોકોને કોઈ ટેક્સ નથી ચૂકવવો પડતો. 2025-2026 સુધીમાં ખાધમાં વધુ ઘટાડો કરવામાં આવશે અને રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે.

બજેટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો અને સંરક્ષણ ખર્ચમાં 11.1%નો વધારો, હવે તે GDPના 3.4% થશે. આ ઉપરાંત આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ અપાશે અને તેલીબિયાં પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે- અમારી સરકાર સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 9-14 વર્ષની છોકરીઓના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જણાવી દઇએ કે, નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થયું હતું અને 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. 31 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને સંબોધિત કરી હતી અને તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.

આ વર્ષે 2024 ના બજેટમાં સામાન્ય લોકોને ઘણી બધી આશાઓ હતી, પણ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં ખાસ જાહેરાતથી લોકોનું ધ્યાન તેમના બજેટ ભાષણના સમય પર હતું, કારણ કે નિર્મલા સીતારમણ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ ધરાવે છે.

આજે ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સવારે બજેટ રજૂ કર્યું. પરંતું ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયા. વચગાળાનાં બજેટમાં કોઈ મોટી જાહેરાત ના કરાઈ. બજેટમાં કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી.

ગત વર્ષના આવકવેરા ચાલુ રહેશે. કરવેરાના માળખામાં કોઈ જ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. જે નાગરિકો માટે નિરાશાજનક બની રહ્યું છે. ફાયનાન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે. અમારી ગવર્મેન્ટનું ફોક્સ પારદર્શક શાસન પર છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે. આ બજેટમાં 4 જાતિઓના વિકાસ પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે. આ 4 જાતિઓ બીજી કોઈ નહીં પણ ગરીબ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો છે.

જાણી લો કે થોડા દિવસો પહેલા ખુદ પીએમ મોદીએ આ ચાર સૌથી મોટી જાતિઓ વિશે જણાવ્યું હતું. અને કહ્યું હતું કે તેમનું ધ્યાન આ ચાર જ્ઞાતિઓ પર છે . વધુમાં તેઓએ કહ્યું કે બધા માટે ઘર, દરેક ઘર માટે પાણી અને બધા માટે ઈલેક્ટ્રીસીટી પર ભાર મૂકવામાં આવ્યો છે.

80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. આ સિવાય ખેડૂતો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ ગ્રામીણ અર્થતંત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ વાજબી લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહ્યું. તેમના સર્વાંગી, સર્વસ્પર્શી અને સમાવેશી વિકાસ માટે કામ ચાલી રહ્યું છે.

નવાઈની વાત એ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટએ આ વખતે ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમારી 2.5 લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે. જો કે, ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 87A હેઠળ, તમે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો.

Shah Jina