BREAKING : મેમનગરમાં BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ…તસવીરો જોઈ ધ્રુજી ઉઠશો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણીવાર આગ લાગવાની ઘટનામાં ઘણા લોકો જીવતા જ ભડથું થઇ જતા હોય છે. ત્યારે હાલ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં BRTS બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ગણતરીના સમયમાં જ આગે વિકરાળ રૂપ પણ ધારણ કરી લીધું હતું.

આ ઘટના અમદાવાદના મેમનગર ખાતે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે બની હતી, જ્યાં એક બીઆરટીએસ બસમાં આગ લાગી હતી હતી. ઘટના ઘટી ત્યારે બસની અંદર 40-50 મુસાફરો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાની થયાની ખબર સામે નથી આવી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના આજે વહેલી સવારે 8.30 કલાકની આસપાસ બની જતી. જયારે મેમનગર બીઆરટીએસ પાસે બંધ બસમાં અચાનક એંજિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ સમયે બસમાં 40-50 પેસેન્જર પણ બેઠા હતા. ત્યારે બસના ડ્રેઇવરે સમય સુચકતા વાપરી અને બસના દરવાજા ખોલી નાખ્યા હતા જેના કારણે મુસાફરો પણ પોતાનો જીવ બચાવીને બસની બહાર નીકળી ગયા હતા.

ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. જેના બાદ થોડા જ સમયમાં આગે એવું વિકરાળ રૂપ ધારણ કરી લીધું કે આખી જ બસ બાળીને રાખ થઇ ગઈ. ત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચેલી ફાયૂર બ્રિગેડની ટીમે પણ માત્ર 10 મિનિટમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ત્યારે આ મામલે મીડિયા સાથે વાત કરતા બસના ડ્રાઈવર દિનેશભાઈએ જણાવ્યું કે “બસ મેમનગર સ્ટેશને આવીને બંધ પડી ગઈ હતી અને થોડી જ વારમાં ધુમાડો નીકળવાનો ચાલુ થતા મેં તાત્કાલિક મુસાફરોને બહાર કાઢ્યા હતા. બસમાં એ સમયે 40-45 મુસાફરો સવાર હતા. જેના બાદ તેમને તરત જ બહાર કાઢી અને ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હતો.

Niraj Patel