પરિવારમાં જન્મ લીધો સાક્ષાત લક્ષ્મીએ, પછી પિતાએ આટલા લાખ ખર્ચીને બુક કરાવ્યું હેલીકૉપ્ટર, જુઓ વીડિયો

આજે જમાનો ઘણો બદલાઈ ગયો છે, આજના સમયમાં ઘરે દીકરીનો જન્મ થતા જ ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ દીકરીને ભાર રૂપ માનવામાં આવે છે અને દીકરીનો જન્મ થતા જ ઘણા પરિવારો માટે દુઃખ પણ જન્મતું હોય છે, પરંતુ આવા લોકો માટે ઘણા લોકો એવા પ્રેરણાત્મક સંદેશ પણ પુરા પાડતા હોય છે જેને જોઈને દીકરી ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો અવતાર સિદ્ધ થાય છે.

આજે દીકરીઓ દીકરા કરતા જરા પણ કમ નથી, દરેક ક્ષેત્રમાં દીકરીઓ ખુબ જ આગળ નીકળી ગઈ છે, ત્યારે દીકરી જન્મની પણ ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જેમાં દીકરીનો જન્મ થતા જ તેના પરિવાર દ્વારા તેનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવતું હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં એક પરિવારમાં જ્યારે દીકરીની કિલકારીઓ ગુંજી ઉઠી ત્યારે પરિવારના સભ્યોની ખુશીનુ કોઈ ઠેકાણુ ન રહ્યુ. પરિવારે જન્મેલી બાળકીનું ખુબ જ અનોખી રીતે સ્વાગત કર્યું હતું. પરિવારે દીકરીને ગામમાં લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.  જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ કરી રહ્યા છે. આ ઘટના પુણેના શેલગાંવની છે. દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ખુશીના કારણે પરિવારે હેલિકોપ્ટર ભાડેથી બુક કરાવ્યું હતું. પરિવાર હેલિકોપ્ટર દ્વારા બાળકીને ગામમાં લાવ્યા.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર જ્યારે બાળકી હેલિકોપ્ટર દ્વારા તેના ગામ પહોંચી તો ત્યાંનો નજારો જોવા જેવો હતો. પરિવારે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે દીકરી થવા પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બાળકીના પિતા વિશાલ જારેકરે જણાવ્યું કે અમારા પરિવારમાં કોઈ છોકરી નથી. તેથી દીકરીના જન્મને ખાસ બનાવવા માટે અમે એક લાખ રૂપિયાની હેલિકોપ્ટર રાઈડની વ્યવસ્થા કરી છે.

Niraj Patel