14 વર્ષના ભાઈએ 17 વર્ષની બહેન માટે દીપડા સામે બાથભીડી, દીપડાના મોઢામાંથી આ રીતે બચાવ્યો બહેનનો જીવ

આપણે ત્યાં ભાઈ અને બહેનના સંબંધને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. રક્ષાબંધન ઉપર ભાઈના કાંદા ઉપર રાખડી બાંધવાની સાથે જ બહેન ભાઈ પાસે રક્ષા કરવાનું વચન પણ માંગે છે, પરંતુ એવા ખુબ જ ઓછા કિસ્સાઓ જોવા મળશે જેમાં ભાઈએ બહેનની રક્ષા કરી હોય, જો કે ઘણીવાર એવો સમય પણ નથી આવતો. પરંતુ ભાઈની હંમશા જવાબદાર રહેતી હોય છે કે તે પોતાની બહેનની રક્ષા કરે.

Image Source

હાલ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ભાઈએ બહેનનો જીવ બચાવવા માટે મૃત્યુ સામે પણ લડી લીધું. આ ઘટના બની છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં. જ્યાં 17 વર્ષની બહેન તૃપ્તિ રવિન્દ્ર તામ્બેને સ્કૂલમાં મુકવા માટે જતા 14 વર્ષના ભાઈ યશ અશોક વાજેએ રસ્તામાં દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા દીપડાને પણ હંફાવી દીધો હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

બંને ભાઈ બહેનને 4 કિલોમીટર સુધીના સુમસાન રસ્તા ઉપર દીપડાએ દબોચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બહાદુર ભાઈએ પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર બહેનને બચાવી અને તે સહી સલામત સ્કૂલમાં પહોંચાડી હતી.

સમગ્ર ઘટના બુધવારના રોજ ઘટી હતી જયારે સવારે 6 વાગે યશ અશોક પોતાના ફોઈની દીકરી તૃપ્તિને 10 કિલોમીટર દૂર આવેલી શાળામાં છોડવા માટે નીકળ્યો હતો. 4 કિલોમીટર પછી શાળામાં જવા માટે બસ મળી જાય છે. પરંતુ આ 4 કિલોમીટરનો રસ્તો તેના માટે મોતના મુખ સમાન હતો.

તે બંને ઘરેથી થોડે જ દૂર નીકળ્યા હશે ત્યારે જ ઝાડીઓમાં છુપાઈ રહેલો દીપડો છલાંગ લગાવીને યશના પગને મોઢાથી દબાવી દીધો. તેને પગને ઝાટકો મારતા તેનું મોઢું છોડાવ્યું પરંતુ તેના દાંત યશના પગમાં ઘુસી ગયા હતા. યશનો પગ જેવો છૂટ્યો કે તરત જ તેને બાઈકની પાછળ ભાગતા ભાગતા તૃપ્તિ ઉપર હુમલો કરી દીધો.

તૃપ્તિએ યશને જણાવ્યું કે તેના ખભા ઉપર ભરાયેલી બેગથી તે તેને પાછળ તરફ ખેંચી રહ્યો છે. તો યશ સમજી ગયો કે બેગ દીપડાના મોઢામાં આવી ગયું છે. બાઈકની ઝડપ દીપડાની ઝડપ કરતા વધારે હતી. જેના કારણે તે તૃપ્તિ સુધી ના પહોંચી શક્યો.

પરંતુ જેટલી ઝડપે બાઈક આગળ જઈ રહી હતી તેટલી જ ઝડપે દીપડો પણ પાછળ આવી રહ્યો હતો. અને તૂપ્તિની બેગ પકડીને તેને તેના તરફ ખેંચી રહ્યો હતો. યશે ડાબા હાથે તૂપ્તિને પકડી અને જમણા હાથે બાઈક હંકારવાની શરૂ કરી.

યશ અને તૃપ્તિને લાગી રહ્યું હતું કે હવે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે અને તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાને પણ તેમની પ્રાર્થના સાંભળતા દીપડાના મોઢામાં રહેલી બેગનો પટ્ટો તૂટી ગયો અને બેગ તેના મોઢામાં જ ભરાઈ ગયું. જેના કારણે દીપડો બાઈકથી દૂર થયો અને બાઈકની સ્પીડ વધી ગઈ.

50 મીટર સુધી તેમનો આ સંઘર્ષ ચાલ્યો અને 200 મીટર સુધી દીપડો તેમનો પીછો કરતો રહ્યો, બાઈકથી દૂર થતા તેમને પાછળ વાળીને પણ જોયું. દીપડાના ગરજવાનો અવાજ પણ આવી રહ્યો હતો. તે સ્કૂલની બસ માટે ઉભા રહેવાનું પણ ભૂલી ગયા અને તેમની બાઈક સીધી સ્કૂલમાં જ જઈને જ ઉભી રહી.

આ ઘટનામાં તુપ્તિને દીપડાના પંજાના મારના કારણે ઇજા થઇ છે તો તેના મામાના છોકરા યશના પગની અંદર દીપડાના દાંત ઘુસી ગયા છે.

Niraj Patel