BREAKING : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે નિધન, તેઓ 70 વર્ષ સુધી બ્રિટનના સમ્રાટ રહ્યાં હતા

હાલમાં જ સમાચાર પ્રાપ્ત થયા છે કે ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન થયું છે. તેણીની ઉમર 96 વર્ષના હતા. રોયલ ફેમેલીના ટ્વિટર પર તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે પહેલા સમાચાર આવ્યા હતા કે મહારાણીની તબીયત ખરાબ છે. તેમને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી હતી.

બ્રિટનની અરબોપતિ મહારાણી એલિઝાબેથનું આજે ગુરૂવારે નિધન થયું છે. સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં 96 વર્ષીય મહારાણીએ અંતિમ શ્વાસ લીધા છે. આ સમયે મહારાણીના મોટા પુત્ર રાજકુમાર ચાર્લ્સ સહિત રાજ પરિવારના ઘણા સભ્યો ત્યાં હાજર હતા.

બે દિવસ પહેલા મહારાણી એલિઝાબેથની તસવીર સામે આવી હતી, જ્યારે લિઝ ટ્રસને તેમણે બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા. તમને જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથનો જન્મ 21 એપ્રિલ 1926નાં રોજ લંડનમાં થયો હતો. તેમના ફાધર એલબર્ટ ડ્યૂક ઓફ યોર્ક અને તેમનાં માતા એલિઝાબેથ બોવેસ-લિયોન હતાં.

આની પહેલા આજે ઇંગ્લેન્ડના એલિઝાબેથ દ્વિતીયનું સ્વાસ્થ્ય ખરાબ થવાના સમાચારો વચ્ચે બ્રિટિશ શાહી પરિવારના લોકો બાલ્મોરલ કેસલમાં પહોંચવા લાગ્યા હતા. ઇંગ્લેન્ડના સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીય છેલ્લા કેટલાક સમયથી બાલ્મોરલ કેસલમાં રહેતા હતા. તેમને કુલ 4 બાળકો છે- પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્રયૂ અને પ્રિન્સ એડવર્ડ. મહારાણીના પતિ ફિલિપનું એપ્રિલ 2021માં 99 વર્ષની ઉંમરે નિધન થયું હતું. 1952માં પિતાના મૃત્યુ બાદ એલિઝાબેથ સિંહાસન પર બેઠા હતા.

YC