ઓમિક્રોને કરી દીધી આ 9 વર્ષના બાળકની ખરાબ હાલત, પોઝિટિવ હોયા બાદ 7 દિવસમાં ચાલી ગઇ આંખોની રોશની

કોવિડનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન, એક રહસ્યમય અને ડરામણો વાયરસ છે. તે દક્ષિણ આફ્રિકાથી શરૂ થઈને હવે વિશ્વના તમામ દેશોમાં પહોંચી ગયો છે. આ વેરિઅન્ટ વિશે ઘણા અભ્યાસ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઓમિક્રોનના માત્ર થોડા જ લક્ષણો નોંધાયા છે. તાજેતરમાં, એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ઓમિક્રોનથી સંક્રમિત 9 વર્ષના છોકરાએ તેની દૃષ્ટિ લગભગ ગુમાવી દીધી હતી. ક્રિસમસ પહેલા તેને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હતો. જયારે તેની ડાબી આંખે દૃષ્ટિ ગુમાવવાનું શરૂ કર્યું ત્યારે એક અઠવાડિયું પણ વીત્યું ન હતું.

9 વર્ષનો જેક મોરેને કોવિડનો ચેપ ક્રિસમસ દરમિયાન લાગ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા પર જાણવા મળ્યું કે તેને ‘કોવિડ આઈ’ છે. આ રોગ જે ધીમે ધીમે તેની દૃષ્ટિ ગુમાવવા તરફ દોરી ગયો. કોવિડ માટે પરીક્ષણ કર્યાના એક અઠવાડિયાથી ઓછા સમયમાં જેક તેની ડાબી આંખની દૃષ્ટિ ગુમાવી બેઠો. ઓર્બિટલ સેલ્યુલાઇટિસને કારણે તેની આંખ લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. તે ત્વચાનો ચેપ છે જેને કેટલાક વૈજ્ઞાનિકોએ વાયરસ સાથે જોડ્યો છે.

બ્રિસ્ટોલમાં રહેતો જેક હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે, પરંતુ પરિવારે તસવીર શેર કરીને ચેતવણી આપી છે. 37 વર્ષની માતા એન્જેલાએ કહ્યું, તેની આંખો જોઈને એવું લાગી રહ્યું હતું કે તે ફાટી જવાની છે. ચામડી ખેંચ્યા વિના તેને ખોલવાનો કોઈ રસ્તો નહોતો. જેકની આંખની સમસ્યાઓ 16 ડિસેમ્બરે તેની માતા અને ચાર ભાઈ-બહેનો સાથે કોવિડ માટે પોઝિટિવ આવ્યા બાદ શરૂ થઈ હતી.

માતાએ કહ્યું કે તેને લાગ્યું કે ઘરમાં કોમ્પ્યુટર ગેમ રમવાના કારણે આવું બન્યું હશે. પરંતુ 22 ડિસેમ્બરે જ્યારે તેમનો કોવિડ માટે બે વાર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમને ડાબી આંખમાં દુખાવો થયો હતો. સ્થાનિક કાઉન્સિલર એન્જેલાએ કહ્યું, “મને લાગ્યું કે તે કમ્પ્યુટરને કારણે છે.” પરંતુ નાતાલના આગલા દિવસે આંખ વધુ સુજી ગઈ હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા, જે બાદ તેની હાલત ખરાબ થઇ ગઇ હતી પરંતુ હવે તેને સારુ છે.

Shah Jina