લગ્નમાં આ કન્યાના લહેંગાની થઇ દુનિયાભરમાં ચર્ચા,લહેંગાની અંદર સાથે લઇ ગઈ પિયરિયાઓની એવી યાદો કે વીડિયો કોઈ ભાવુક થઇ જશો

ભારતમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આજકાલ લગ્નોમાં રીત-રિવાજો સિવાય અનેક રચનાત્મક ઘટનાઓ પણ જોવા મળે છે. લગ્નમાં માત્ર વર-કન્યાના ડાન્સ જ જોવા નથી મળતા પરંતુ પરિવારના સભ્યો પણ તેમાં જોડાય છે અને ડાન્સ કરે છે. આ ઉપરાંત પરિવારની મહિલાઓનું જૂથ તેમના પ્રદર્શનથી લોકોના દિલ જીતવાનો પ્રયાસ કરે છે. લગ્નમાં, માત્ર લગ્નની સરઘસ જ નથી ઉજવાતી, પરંતુ કન્યા પક્ષના લોકો પણ તેમની ખુશી વ્યક્ત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. કન્યા તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ સાથે ડ્રેસ ખરીદે છે. તે ઘણા મહિનાઓથી અલગ-અલગ દુકાનોમાં જઈને લહેંગા પસંદ કરે છે. ઘણા લહેંગા જોયા પછી, તેને ગમતો લહેંગો લઇ અને પછી તે તેના લગ્નના દિવસે પહેરે છે. લગ્નમાં દુલ્હનના લહેંગાને ખૂબ જ યાદગાર માનવામાં આવે છે, કારણ કે વર્ષો પછી જ્યારે પણ કોઈ આ તસવીર જોશે, તો તે ચોક્કસપણે દુલ્હનની સાથે સાથે સુંદર લહેંગાના વખાણ કરશે. આવી જ એક દુલ્હન એ પણ પોતાના લગ્નમાં કંઈક આવું જ કર્યું.

કન્યાએ પોતાનો ડ્રેસ એવી રીતે તૈયાર કરાવ્યો કે પરિવારનો દરેક સભ્ય પોતાના દિલની વાત લખી શકે અને સહી કરી શકે. દુલ્હન લગ્ન માટે તૈયાર થતાંની સાથે જ માતા-પિતા, ભાઈ-બહેન જ નહીં પરંતુ પરિવારના ઘણા સભ્યોએ પણ દિલથી સહી કરી હતી. હવે આ લહેંગા જીવનભર માટે યાદગાર બની ગયો છે. લોકોને દુલ્હનનો આ વિચાર ગમ્યો.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર સિમરનબલર્જૈન નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘સૌથી ખાસ વેડિંગ લહેંગા. તમે જોયું કે લહેંગા ઘણી નાની બારીઓથી ઘેરાયેલો હતો અને જ્યારે મેં આ લહેંગા પસંદ કર્યો, ત્યારે મેં કારીગરને એક બારી કાપવાનું કહ્યું જેથી મારો પરિવાર તેના પર સહી કરી શકે. મારા પરિવારે તેના પર હસ્તાક્ષર કર્યા છે અને આ લહેંગા હંમેશા મારા હૃદયની નજીક રહેશે.”

Niraj Patel