વરમાળા સમયે ભાઈની આંખમાં આંસુ જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી દુલ્હન, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

લગ્ન એક ખુશી ભરેલો પ્રસંગ છે. જેમાં એક નહિ પરંતુ બે બે પરિવારમાં ખુશીઓ ભરેલું વાતવરણ હોય છે. પરંતુ આ પ્રસંગની અંદર એક એવી ક્ષણ આવે છે જયારે દરેક વ્યક્તિની આંખમાં આંસુઓ છલકાઈ ઉઠે છે અને એ છે કન્યા વિદાયની ક્ષણ. કન્યા વિદાય ઉપર ઘણા ગીતો અને કવિતાઓ પણ લખાઈ છે, ગમે તેવા કઠણ કાળજાનો માણસ પણ વિદાયની વેળાએ રડતો જોવા મળે છે.

હાલ સોશિયલ મીડિયા ઉપર એવા જ એક પ્રસંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોની અંદર સ્ટેજ ઉપર વરમાળાનો રિવાજ નિભાવવા સમયે કન્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રડવાનું કારણ પણ ખુબ જ ખાસ હતું.

કન્યાને લગ્ન મંડપમાં લઇ જતી વખતે તેના ભાઈની આંખમાં આંસુઓ આવી ગયા. તે પોતાની બહેનને જોઈને રડવા લાગ્યો. એટલામાં જ બહેન પણ પોતાના આંસુ રોકી ના શકી અને તે પણ ભાવુક થઇ ગઈ. આ ભાવુક કરી દેનારી ક્ષણ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ પણ ભાવુક થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Prashant💝 (@prashant__mahour)

લગ્ન સમયે કન્યા ઈમોશનલ થઇ ગઈ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો અને પોસ્ટ થયા બાદ આ વીડિયો વાયરલ થઇ ગયો. વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધી 16 લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે તો આ વીડિયોને 1.9 કરોડ કરતા પણ વધારે લોકોએ જોયો છે. તમે પણ જુઓ ભાઈ બહેનના પ્રેમનો આ ભાવુક કરી દેનારો વીડિયો.

 

View this post on Instagram

 

A post shared by Prashant💝 (@prashant__mahour)

Niraj Patel