મંડપમાં બેઠા-બેઠા સૂઇ રહી હતી દુલ્હન, જગાડવા માટે દુલ્હાએ કરી એવી હરકત કે મિનિટોમાં વાયરલ થઇ ગયો વીડિયો

લગ્નની વિધિ ચાલી રહી હતી અને મંડપમાં બેઠા-બેઠા સૂઇ રહી હતી દુલ્હન, પછી દુલ્હાએ જગાડવા માટે કર્યુ એવું કે વીડિયો વારંવાર જોઇ રહ્યા છે લોકો

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જેને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તમે પહેલાથી જ જાણો છો કે ભારતીય લગ્નો કેટલા ભવ્ય અને અદભૂત હોય છે. ભારતીય લગ્નોમાં ઘણી એવી ધાર્મિક વિધિઓ છે જેને કરવામાં ઘણો સમય પસાર થાય છે. ઘણીવાર તો એવું પણ બને છે કે લગ્નની જાન આવ્યા પછી ફેરા પૂરા થતાં રાતના 12-1 વાગી જાય છે.

મંડપમાં બેઠા-બેઠા સૂઇ રહી હતી દુલ્હન

લગ્નમાં ઘણું કામ કરવાનું હોય છે, જેના કારણે માત્ર મહેમાનો અને ઘરના સભ્યો જ નહિ પણ વર-કન્યા પોતે પણ થાકી જાય છે, પરંતુ વર-કન્યાને અનેક કામ માટે આખી રાત જાગવું પડે છે. વિધિઓ હોય કે પછી લગ્નના ફેરા કે રિસેપ્શન… ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન થાકેલી અને લગ્નની વિધિ દરમિયાન સૂતી જોવા મળી રહી છે.

લોકોને વરરાજાની હરકત લાગી રમુજી

આ જોઈને વરરાજા તેને ઉઠાડવાનો પણ પ્રયત્ન કરે છે. તે નમ્રતાથી અને પ્રેમથી દુલ્હનને કોઈપણ મુશ્કેલી વિના જગાડે છે. લોકોને વરરાજાની આ હરકત ખૂબ જ રમુજી લાગી રહી છે. આ વીડિયોને @futra_baisa_banna1 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા 

લોકો પોતાની પ્રતિક્રિયા પણ વીડિયો પર આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મારી સાથે પણ આવું થયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ ફની વીડિયો.’ ત્યાં બીજા એક યુઝરે લખ્યું, ‘આવા સમયે વ્યક્તિને ઊંઘ આવી જાય છે.’

Shah Jina