કોરોના સંક્રમણના મામલાઓ હાલ દુનિયાભરમાંથી સામે આવી રહ્યા છે. આ વાયરસના કારણે પ્રભાવિત થનારા લોકોના ઘણા કિસ્સાઓ પણ સામે આવે છે ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને પણ નવાઈ લાગે.

આ કિસ્સો સામે આવ્યો છે વલસાડથી. જ્યાં એક યુવતીના લગ્ન મુંબઈના એક યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. તેના માટે યુવતી ખરીદી કરવા માટે મુંબઈ પણ ગઈ હતી. પરત આવીને ગુરુવારના રોજ યુવતીએ પોતાનો કોરોના રિપોર્ટ પણ કરાવ્યો હતો.
આરોગ્ય તંત્રને જ્યારે તે યુવતીના કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ અને સાથે એ પણ જાણવા મળ્યું કે યુવતીના શુક્રવારના રોજ લગ્ન છે ત્યારે તંત્ર પણ દોડતું થઇ અને યુવતીની શોધમાં લાગી ગયું હતું.

આરોગ્ય તંત્ર દ્વારા યુવતીની ભાળ મેળવવા માટે શહેરના તમામ હોલમાં તપાસ કરવામાં આવી હતી, આખરે તે યુવતીના લગ્ન હોલની ખબર મળતા જ તંત્ર ત્યાં પહોંચ્યું હતું, અને લગ્ન પણ શરૂ થઇ ગયા હતા.
જયારે લગ્ન પૂર્ણ થયા ત્યારે તંત્ર દ્વારા કન્યા જ કોરોના પોઝિટિવ હોવાની જાણ થતા જ લગ્નમાં હાજર બધા જ લોકો ચોંકી ગયા હતા અને ચિંતામાં પણ મુકાઈ ગયા હતા. તંત્ર દ્વારા લગ્નમાં હાજર તમામ વ્યક્તિઓના સેમ્પલ લીધા હતા.

લગ્ન બાદ યુવતીને તેના પિતાના ઘરે જ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી. તો લગ્નની સુહાગરાતે જ વાર કન્યાને અલગ અલગ ઓરડામાં સુવાની ફરજ પડી હતી. જેના કારણે પતિ પત્ની પોતાના લગ્ન જીવનની આ મધુરજનીને માણી શક્યા નહોતા.