બહેનપણીઓ સાથે એકદમ સ્વેગમાં આ દુલ્હને લીધી એન્ટ્રી કે વરરાજા તો ઠીક પરંતુ ત્યાં હાજર મહેમાનો પણ એકીટશે જોતા રહી ગયા

પહેલા લગ્નો એકદમ અલગ રીતે થતા હતા. પરંતુ આજે તો લગ્નનો માહોલ બદલાઇ ગયો છે. પહેલાની લગ્નોમાં દુલ્હન શરમાતી હતી, પરંતુ હવે દુલ્હનો પોતાના લગ્નને ખાસ બનાવવા માટે મહીનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દે છે. અત્યારની દુલ્હનો તો લગ્નમાં પોતાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોનુ તો દિલ જીતી જ લેતી હોય છે, પરંતુ સાથે સાથે પોતાના દુલ્હાને પણ એકદમ ખુશ અને સરપ્રાઇઝ કરી દેતી હોય છે. આ દરમિયાન જો કોઇ બોલિવુડ ગીત વાગે તો તો દુલ્હન ધમાકેદાર ડાન્સ સાથે એન્ટ્રી લેતી હોય છે.

ત્યારે આજે તો જમાનો સોશિયલ મીડિયાનો છે અને લગ્નના વીડિયો તો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ પણ કરતા હોય છે. ત્યારે હાલમાં દુલ્હનની એન્ટ્રીનો ધમાકેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં દુલ્હન તેની સહેલીઓ સાથે સલામ એ ઇશ્ક પર ઝૂમતી જોવા મળી રહી છે. દુલ્હન પોતાની એન્ટ્રીથી લોકોના દિલ જીતતી જોવા મળી રહી છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે. વિડીયોમાં દુલ્હનની એન્ટ્રી જોઈને તમારું દિલ પણ ખુશીથી ઝૂમી ઉઠશે.

આ વીડિયોમાં કન્યાનો સ્વેગ જોવાલાયક છે. દુલ્હનના સ્વેગને જોઈને લોકો પાગલ થઈ રહ્યા છે. આ વીડિયોને bridal_lehenga_designn નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘અમારી સ્વેગર દુલ્હનિયા.’ પહેલાના લગ્નોમાં એવું જોવા મળતું હતું કે દુલ્હન ખૂબ જ શરમાઈને એન્ટ્રી કરતી હતી, પરંતુ આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન તેની બહેનો અને મિત્રો સાથે સંપૂર્ણ સ્વેગ સાથે એન્ટ્રી કરી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન ગોગલ્સ પહેરીને દુલ્હાની સામે આવી રહી છે ત્યારે આ દરમિયાન ‘સલામ-એ-ઈશ્ક’ ગીત વાગી રહ્યુ છે, જેના પર તે જબરદસ્ત ડાન્સ કરી રહી છે. આ દરમિયાન દુલ્હન ખૂબ જ ખુશ પણ દેખાઈ રહી છે. તેની સ્ટાઈલ જોઈને વરરાજાના ચહેરા પર પણ સ્મિત આવી ગયું છે. વીડિયો જોયા બાદ નેટીઝન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂકી છે.

Shah Jina