7 જન્મોની કસમ 7 દિવસમાં જ તોડી : લગ્નના એક અઠવાડિયામાં જ પતિ સાથે બજાર ગયેલી દુલ્હન ભાગી….

‘બજાર ચલો, મારે બંગળીઓ લેવી છે…’ પતિનો હાથ છોડાવી ફરાર થઇ પત્ની, લાલ જોડામાં કર્યો કાંડ, જુઓ

લગ્ન એ સાત જન્મોનું બંધન હોય છે. પતિ અને પત્ની લગ્ન દરમિયાન સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન લેતા હોય છે. જો કે, છેલ્લા ઘણા સમયથી એવા એવા મામલા સામે આવી રહ્યા છે કે સાંભળી આપણે પણ ચોંકી જઇએ. ઘણીવાર લગ્નના થોડા સમય પછી પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતા તેઓ છૂટાછેડા લઇ લેતા હોય છે. અથવા તો દુલ્હન લગ્નના કેટલાક દિવસ બાદ ફરાર થઇ જતી હોય છે. ઘણીવાર દુલ્હન ઘરવાળાના પ્રેસરમાં આવી તેમની પસંદના છોકરા સાથે લગ્ન કરી લે છે પરંતુ લગ્ન બાદ તે તેના પ્રેમી સાથે ભાગી જાય છે.

ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના 7 દિવસ બાદ પત્ની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. જ્યારે પતિએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે તેને ધમકી આપી અને સ્કોર્પિયોમાં બેસીને જતી રહી. પોલીસે મહિલા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મહિલા એક છોકરાનો હાથ પકડી બજારની વચ્ચે દોડી રહી છે.મળતી માહિતી મુજબ, વિવેક કુમારના લગ્ન 14 જૂનના રોજ નૌવાગઢીની રહેવાસી મોની કુમારી સાથે થયા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

વિવેકે જણાવ્યું કે 18 જૂને તેની પત્ની પિયર ગઈ હતી. 21મી જૂને તે પાછી આવી અને 22મી જૂને સાંજે તેની સાથે બંગડીઓ ખરીદવા તે બજારમાં ગયો. દીનદયાલ ચોક પાસે પત્નીએ પતિનો હાથ છોડાવીને અન્ય યુવકનો હાથ પકડી લીધો હતો અને કારમાં બેસીને જતી રહી હતી. આ અંગે વિવેકની માતા કંચન દેવીએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી કોતવાલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પરણિતાની તેમજ તેના પ્રેમી દિવ્યાંશુની ધરપકડ કરી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પ્રેમી-પ્રેમિકાએ જણાવ્યું કે તેઓ અભ્યાસ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને 2016થી એકબીજાના પ્રેમમાં હતા. તેઓએ 5 સપ્ટેમ્બર 2020ના રોજ ચંડિકા સ્થાન મંદિરમાં લગ્ન પણ કર્યા હતા. પરંતુ તેનો પરિવાર ઈચ્છતો ન હતો કે તે સાથે રહે. આથી એક અઠવાડિયા પહેલા મોનીએ વિવેક કુમાર સાથે લગ્ન કર્યા હતા. આ ઘટના બિહારના મુંગેરમાંથી સામે આવી છે. નવપરણિતાએ તેના પતિને કહ્યું, ‘બજારમાં ચલો, મારે બંગડીઓ અને કેટલીક વસ્તુઓ ખરીદવી છે.

પતિ તેને બજારમાં લઈ ગયો. જ્યાં નવપરણિત મહિલાએ તેના પતિને કહ્યું કે, ‘તમે બંગડીઓ પસંદ કરો.’ પતિ બંગડી પસંદ કરી રહ્યો કે તરત જ કન્યા પાછળ રાહ જોઈ રહેલા તેના પ્રેમીનો હાથ પકડીને ભાગી ગઈ. પતિ પણ તેની પાછળ ગયો, પરંતુ ત્યાં સુધીમાં બંને કારમાં બેસીને નાસી છૂટ્યા હતા.આ અંગે વિવેકની માતા કંચન દેવીએ કહ્યું, ‘મારા પતિનું અવસાન થયું છે. અમારો એક જ છોકરો છે. બહુ ધામધૂમથી લગ્ન કર્યા, પણ પુત્રવધૂ ખોટી નીકળી. જો તેને તેના પ્રેમી સાથે જ જવું હતુ તો તેણે લગ્ન કેમ કર્યા.’

22મીના રોજ સાંજે વિવેકની માતા કંચન દેવીએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બંનેની ધરપકડ કરી હતી. કોતવાલી પોલીસે જણાવ્યું કે બંનેની મેડિકલ તપાસ કરવામાં આવી છે. સાથે જ પ્રેમી દિવ્યાંશુનું નિવેદન લીધા બાદ અપહરણના કેસમાં તેને જેલમાં મોકલવામાં આવશે. આ પછી પોલીસ મહિલાના નિવેદન પર આગળની કાર્યવાહી કરશે.

Shah Jina