રજવાડી અંદાજમાં સજી ધજીને આવેલી કન્યાને કોઈને પોતાની જાત ઉપર કાબુ ના રાખી શક્યો વરરાજા અને પછી કર્યું એવું કે.. મહેમાનોના પણ હોશ ઉડ્યા, જુઓ વીડિયો

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ગુજરાત સમેત આખા દેશમાં ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.ત્યારે જો તમારા ઘરમાં કોઈ લગ્ન કરવા જઈ રહ્યું છે તો તમે તેના માટે કેટલા ઉત્સુક હોવ.  લગ્નના રીતિ-રિવાજો એ જ રહ્યા છે, પરંતુ સમયની સાથે તેમને કરવાની શૈલી બદલાઈ ગઈ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હા અને દુલ્હન ખૂબ જ મસ્તી કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો લગ્નમંડપમાં દુલ્હનની એન્ટ્રી સાથે શરૂ થાય છે. આ વીડિયોમાં લાલ લહેંગા પહેરેલી દુલ્હન હસતી હોય છે અને શાહી અંદાજમાં લગ્નમંડપમાં એન્ટ્રી લે છે. વધુ વિગતવાર જોઈ શકાતું નથી, પરંતુ જે દેખાય છે તે મુજબ, કન્યા શાહી રથ પર બેસીને રાજકુમારીની જેમ એન્ટ્રી લે છે. એન્ટ્રી દરમિયાન, ફિલ્મ તનુ વેડ્સ મનુનું ગીત ‘બન્નો તેરા સ્વેગર’ બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે.

કન્યા જેવી જ રથ પર બેસીને એન્ટ્રી લે છે કે તરત જ વરરાજા તેને જોઈને આનંદથી કૂદી પડે છે. પોતાની ભાવિ પત્નીને જોઈને વર પણ ‘બન્નો તેરા સ્વેગર’ પર ડાન્સ કરવા લાગે છે. વરરાજાને આ રીતે ડાન્સ કરતા જોઈને દુલ્હન પણ પોતાની જાતને રોકી શકતી નથી અને તે પણ ત્યાં બેસીને જ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોમાં વર-કન્યા બંને છૂટથી ડાન્સ કરતા જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયોને witty_wedding નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે કોણ કહે છે કે દરેક દુલ્હન શરમાવી જોઈએ? વીડિયો પર લખવામાં આવ્યું છે કે, ‘આ દુલ્હનની એન્ટ્રી તમારું દિલ જીતી લેશે’. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel