2 લાખ આપી લાવ્યો દુલ્હન, સુહાગરાતે પત્ની જ્યોતિએ પતિને એક વસ્તુ ખવડાવી પછી થઇ જોવા જેવી

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવકોને ફસાવી દલાલો દ્વારા યુવતિ બતાવવામાં આવે છે અને આ યુવતિ લગ્ન બાદ મોકો મળતા જ રોકડ અને ઘરેણા લઇ ફરાર થઇ જતી હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક દુલ્હને વરરાજા અને તેના પરિવારને સુહાગરાત પર નશીલો પદાર્થ ખવડાવી દીધો. જેના કારણે વરરાજા સહિત તેના પરિવારના સભ્યો બેહોશ થઈ ગયા હતા. સવારે જ્યારે તે જાગ્યો તો દુલ્હન ફરાર હતી.

આ અંગે વરરાજાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કર્યા બાદ દુલ્હન સહિત તેના બે સહયોગીની ધરપકડ કરી લીધી છે. પોલીસને તેની પાસેથી દાગીના અને રોકડ રકમ પણ મળી આવી હતી. પીડિત વરરાજાએ 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. કન્યા પરિણીત છે અને તે તેના છૂટાછેડા લીધેલા પતિ સાથે મળીને આવી છેતરપિંડી કરતી હતી.રાજસ્થાનના તાંબા ખેડી રામસહાય તાલની રહેવાસી પીડિતાએ નજીબાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે નજીબાબાદના એક દંપતિએ તેની પાસેથી લગ્ન કરવાના નામે 2 લાખ રૂપિયા લીધા હતા. 13 ઓગસ્ટે તેણે બિજનૌરની એક હોટલમાં જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આરોપ છે કે 14 ઓગસ્ટે સુહાગરાત દરમિયાન દુલ્હન જ્યોતિએ વરરાજાના પરિવારના સભ્યોને ભોજનમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. જ્યારે ઘરના બધા લોકો સૂઈ ગયા ત્યારે દુલ્હન ઘરમાં રાખેલા દાગીના અને 15 હજાર રૂપિયા લઈને ભાગી ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

આ પછી પીડિત વરરાજા નજીબાબાદ દંપતી પાસે પહોંચ્યો, જેણે 2 લાખ રૂપિયા લઈને લગ્ન કર્યા. આ બાબતે દંપતીને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓએ ઉલટું પીડિતને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી આ મામલાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.આ મામલાની તપાસ કર્યા બાદ પોલીસે આરોપી દંપતીને પકડી લીધા હતા. પૂછપરછમાં ખબર પડી કે આ લોકો પૈસા લઈને આવી જ રીતે લગ્ન કરાવીને છેતરપિંડી કરતા હતા. પોલીસે લગ્ન કરનાર દંપતીની સ્થળ પર જ કથિત કન્યા જ્યોતિની ધરપકડ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

તેની પાસેથી ઘરેણાં અને રોકડ મળી આવી છે.પોલીસ અધિક્ષકે જણાવ્યું કે દુલ્હન જ્યોતિની અસલી ઓળખ ઉત્તરાખંડ દુગડ્ડા નિવાસી પૂજા પત્ની મંગલ શર્મા તરીકે થઈ છે. તે પરિણીત છે અને તેના છૂટાછેડા લીધેલા પતિ મનજીત સાથે નજીબાબાદમાં જ લોકોને છેતરતી હતી. હાલ મનજીત ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. મનજીત અને પૂજા બંને રાજેન્દ્ર અને પૂનમ સાથે મળીને ગેંગ ચલાવતા હતા. તેઓ નકલી આધાર કાર્ડ બનાવીને લગ્નના નામે લોકોને છેતરતા હતા.

Shah Jina