અર્થી અને ડોલી…આ કેવો હ્રદય ચીરી દે તેવો મંજર, દુલ્હનની વિદાય પછી લાશની ઓળખમાં જોડાયા પરિજન, જુઓ તસવીરો
ઘનબાદમાં આશીર્વાદ ટાવરમાં આગ લાગ્યાની ઘટનામાં 14 લોકોના મોત થયા છે. મંગળવારના રોજ રાત્રે બનેલા આ અગ્નિકાંડમાં વધારે લોકો એક જ પરિવારના સભ્યો અને સંબંધીઓ હતા. જે પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો, તે ઘરમાં દીકરીના લગ્ન હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે ઘટનાસ્થળથી કેટલીક જ દૂરી પર સ્થિત સિદ્ધિ વિનાયક મેરેજ હોલમાં દીકરીના લગ્નની રસ્મો ચાલી રહી હતી. લગ્ન સમયે દુલ્હનને આ વાતની જાણકારી નહોતી,
આ વાત તેનાથી છુપાવવામાં આવી હતી. જાણકારી અનુસાર, દુલ્હને આ દુર્ઘટનામાં માતા, દાદા-દાદી અને નજીકના સંબંધીઓને ખોયા છે. સવારે લગ્ન બાદ તેની વિદાય કરવામાં આવી. દુલ્હનના લગ્ન ગિરિડીહ જિલ્લામાં થયા. દુલ્હનની વિદાય બાદ પરિવારજન પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા હતા. બધા લોકો સંબંધીઓની ઓળખમાં જોડાયા. દુલ્હનના કાકાના છોકરાએ જણાવ્યુ કે, આ એ રીતના લગ્ન હતા,
જે કોઇ પિતા પોતાના બાળકને નહિ આપવા માગે. કારણ કે જાન પહેલા જ આવી ગઇ હતી, આ માટે બધાએ લગ્નની હિંમત કરી. દુખ અને ખુશીનો આ મુશ્કેલ સમય હતો. પરિવારના એક અન્ય સભ્ય અનુસાર, કોઇ દુલ્હન માટે લગ્નનો દિવસ ઘણો મોટો હોય છે, પણ પોતાના પ્રિયજનોને ખોવાની ઘટના પૂરા પરિવારને પરેશાન કરતી રહેશે. દુર્ઘટનાા એક કલાક પહેલા દુલ્હન તૈયાર થવા પાર્લર ગઇ હતી. જે બાદ તે તૈયાર થઇ સીધી મેરેજ હોલ પહોંચી હતી.
દુલ્હનની માતા, દાદી અને પરિવારના 35-40 સભ્યો લગ્નમાં જવાની તૈયારી કરી રહ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની. આ ઘટનાથી પૂરો પરિવાર આઘાતમાં છે. સીએમ હંમેત સોરેનના નિર્દેશ પર આપદા પ્રબંધન મંત્રી બન્ના ગુપ્તાએ બુધવારે મોડી સાંજે પીડિત પરિજન સાથે મુલાકાત કરી. તેમણે કહ્યુ કે, સરકાર મૃતકના પરિજનોને 4 લાખનો મુઆવજો આપશે અને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવશે.
સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાએ હાજરા ચિકિત્સક દંપતિના પરિજનો સાથે પણ મુલાકાત કરી. ચાર દિવસ પહેલા ડોક્ટર દંપતિ સહિત 5 લોકોની મોત પણ આગની ઘટનામાં થઇ હતી. જણાવી દઇએ કે, ઘનબાદના આશીર્વાદ ટાવરમાં આગ લાગવાનું કારણ પૂજા માટે પ્રગટાવવામાં આવેલ દીવો કહેવામાં આવે છે.