...
   

3 મહિનામાં 3 લગ્ન કરીને મનાવી લીધી સુહાગરાત, તો પણ સંતોષ ન થયો અને હવે વધુ એક મર્દને લલચાવીને એવો કાંડ કર્યો કે

લગ્ન થઇ જાય તો પણ અંદરથી કુંવારી ફીલ કરે છે આ યુવતી, ચોથા લગ્નમાં કર્યો જબરદસ્ત કાંડ

રાજય અને દેશમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં લગ્ન બાદ દુલ્હન પતિ અને સાસરિયાને અંધારામાં રાખી ઘરમાં રહેલી રોકડ અને દાગીના લઇ ફરાર થઇ જતી હોય છે. ઘણીવાર તો લગ્નના જ દિવસે આવું થતુ હોય છે, તો ઘણીવાર લગ્ન બાદ મોકો મળતા જ દુુલ્હન તેના રંગ દેખાડવા લાગે છે.ત્યારે હાલ એક આવો જ મામલો સામે આવ્યો છે, જેમાં દુલ્હન લગ્નના પંદર દિવસની અંદર પૈસા અને દાગીના લઇને ફરાર થઇ ગઇ. દુલ્હન ઘરેથી ડોઢ લાખ રૂપિયા રોકડા અને ચાર તોલા સોનું લઇને ભાગી હતી. મહિલાના પતિએ હવે આ મામલે પોલિસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.

પીડિતનો આરોપ છે કે, મહિલાએ મારા સાથે લગ્ન કર્યા બાદ જૂન-જુલાઇમાં બે લગ્ન કર્યા છે અને ત્રીજા કરવાની તૈયારી કરી રહી છે. આ ઘટના લગભગ 2 મહિના પહેલાની છે. આ હેરાન કરી દેનાર મામલો રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાનો છે. જયાં આવી લૂંટેરી દુલ્હન એક્ટિવ છે જે લગ્ન માટે સ્ટેમ્પ પર ઇકરારનામુ લખાવે છે. ત્યાં કેટલાક દિવસ બાદ દુલ્હા સાથે રહે છે અને તે પછી રોકડા અને દાગીના લઇ ફરાર થઇ જાય છે.

હનુમાનગઢના કિશનપુરા ઉતરાધા ગામના કૃષ્ણલાલે સાંગરીયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હરિયાણાના ચૌટાલામાં રહેતા સોહનલાલનો પુત્ર ચંદનસિંહ અને તેના સાથીઓ તેની પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. સોહનલાલ પીડિત દુલ્હાના સાળાનો મિત્ર છે. તેમને શ્રીગંગાનગરમાં રાજવિંદર કૌર સાથે પરિચય કરાવ્યો. આ દરમિયાન બિન્દ્રા કૌર, કરણ અને ખાન પણ હાજર હતા. રાજવિંદર કૌરે તેના પહેલા પતિ રાજન સિંહના મૃત્યુ વિશે જણાવ્યું. તે બાદ સંબંધ ગમ્યો અને કૃષ્ણપાલ લગ્ન માટે સંમત થયા.

કૃષ્ણાલાલે જણાવ્યું કે તેના લગ્ન 23 એપ્રિલના રોજ રાજવિંદર કૌર સાથે થયા હતા. 100 રૂપિયાના સ્ટેમ્પ પર સંમતિ પત્ર તૈયાર કર્યા બાદ લગ્ન થયા હતા. વર અને તેના પરિવારનો વિશ્વાસ મજબૂત બન્યો. રસ્મ અનુસાર દુલ્હનને ચાર તોલા સોનાના દાગીના અને ડોઢ લાખ રૂપિયા રોકડા તેમજ એક આઠ હજારનો સ્માર્ટ ફોન આપવામાં આવ્યો હતો. પંદર દિવસ પછી રાજવિંદર કૌર જાણ કર્યા વગર ક્યાંક ચાલી ગઇ. જ્યારે પરિવારના સભ્યોએ તિજોરી ચેક કરી તો દાગીના અને રોકડ ગાયબ હોવાનું જણાયું હતું.

કૃષ્ણલાલે આની જાણ લગ્નનો પ્રસ્તાવ લાવનાર જીજાજીના મિત્ર સોહનલાલને કરી હતી. જ્યારે સોહનલાલ અને કૃષ્ણલાલના સાળા દુલીચંદને ખબર પડી ત્યારે રાજવિંદર બિન્દ્રા કૌર, કરણ અને ખાન સાથે શ્રીગંગાનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કૃષ્ણલાલ તેને લેવા ગયા ત્યારે રાજવિંદર કૌરને તેના સાથીઓએ મોકલવાની ના પાડી દીધી હતી. આ મામલે પંચાયતને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ રાજવિંદર કૌર અને તેની સાથે સંકળાયેલા લોકો પહોંચ્યા ન હતા.

કૃષ્ણલાલે જણાવ્યું કે તેમને ખબર પડી કે તેમની સાથે લગ્ન કર્યા બાદ રાજવિંદર કૌરે જૂન અને જુલાઈમાં સમાન બહાના હેઠળ બે લગ્ન ગોઠવ્યા હતા. હવે ત્રીજા લગ્નની તૈયારી કરી રહી છે. તેમને હનુમાનગઢ કોર્ટમાંથી સ્ટેમ્પ પેપર પણ તૈયાર કરાવ્યા છે. કૃષ્ણલાલનો આરોપ છે કે રાજવિંદર કૌર અને તેના સહયોગીઓની આખી ગેંગ છે, જે પૈસા લઈને લોકોને છેતરવાનું કામ કરે છે. રાજવિંદર કૌરે હંમેશા કહ્યું કે તેનો અસલી ભાઈ મલૌટમાં છે. તે આ લગ્નથી ખુશ નથી. આવી સ્થિતિમાં તે તેને મળતા જ તેને ગોળી મારી દેશે. આ કારણોસર કૃષ્ણલાલ ક્યારેય રાજવિંદર કૌરના ભાઈને મળ્યા નહીં.

Shah Jina