બહેને ભાઈ અને ભાભી પાસે લગ્નમાં રાખી હતી શાનદાર એન્ટ્રી કરાવવાની માંગ, તો કોરોના વચ્ચે પણ ભાઈએ કર્યું એવું આયોજન કે જોઈને ખુશ થઇ જશો

દરેક વ્યક્તિ  પોતાના લગ્નને ખુબ જ  ખાસ બનાવવા માંગતા હોય છે, લગ્ન એવા કરવા માંગે છે  જે જીવનભર યાદગાર  બની જાય. આવા જ એક લગ્નની ઈચ્છા રાખી હતી એક બહેને, જેને પોતાના ભાઈ અને ભાભી પાસે લગ્નની અંદર શાનદાર એન્ટ્રીને લઈને ઈચ્છા વ્યક્ત કરી હતી અને ભાઈએ પોતાની બહેન ખુશ કરવા માટે લગ્નમાં તેની એવી શાનદાર એન્ટ્રી કરાવી કે હવે સોશિયલ મીડિયામાં પણ ભાઈ બહેનના આ અનોખા પ્રેમના લોકો વખાણ કરી રહ્યા છે.

ઉત્તર પરદેશના બરેલીના સિકલાપુરની રહેવા વાળી નંદાની સાત ભાઈઓ વચ્ચે એક માત્ર બહેન હતી. તેના લગ્નને લઈને ભાઈઓમાં પણ ખુબ જ ઉમંગ હતો. નક્કી કરવામાં આવ્યું હતું કે વરરાજા સુધી તેમની બહેન ભાઈઓના  હાથ ઉપર પગ રાખીને પહોંચે. પરંતુ કોરોના પ્રોટોકોલના કારણે આ સંભવ ના થઇ શક્યું.

પરંતુ ભાઈઓ દ્વારા કન્યાની લગ્ન મંડપમાં એન્ટ્રીનું એવું શાનદાર આયોજન કરવામાં આવ્યું કે તે જોઈને બધા જ જોતા જ રહી ગયા. દુલ્હન નંદનીના  જણાવ્યા પ્રમાણે તેની ભાભીએ જ તેને બુલેટ ઉપર એન્ટ્રી કરવાની સલાહ આપી હતી. જેને તેમને માની લીધી.તેના ભાઈ અજયે જણાવ્યું કે તેના પાંચ ભાઈ બોડી બિલ્ડર છે. એક સરકારી સ્કૂલમાં શિક્ષક છે તો એક ડ્રાઈવર છે.

ત્યારબાદ સજેલા લગ્ન મંડપમાં ડીજેની તાલ ઉપર કાળા ચશ્મા જજંદા હે, ગીત વાગી રહ્યું હતું. આ દરમિયાન જ બુલેટ ઉપર દુલ્હને એન્ટ્રી કરી.  બુલેટ રાજા બનીને ભાઈએ બહેનની શાનદાર એન્ટ્રી કરાવી. દુલ્હન કાળા ચશ્મા પહેરી અને સ્ટાઇલથી ભાઈ સાથે બુલેટ ઉપર બેઠી હતી. સાત ભાઈઓ વચ્ચે એક બહેનના આ લગ્નની ચર્ચાઓ આખા બરેલીમાં થઇ રહી છે.

Niraj Patel